<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

વડગામના સકલાણા ગામે કરુણાંતિકા : વીજ તાર પડતાં પિતા-પુત્રના કરૂણમોત: શોકનો માહોલ

પિતા-પુત્ર એકટીવા પર ખેતરમાં જઈ રહ્યા હતા તે સમયે વીજ વાયર પડતા કરંટ લાગ્યો અને તેમનું મોત થયું

બનાસકાંઠાના વડગામના સકલાણામાં દુખદ ઘટના બનીછે જેમાં વાહન પર જઈ રહેલા પિતા-પુત્રને કરંટ લાગતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાસકાંઠાના વડગામમાં બની છે જેમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થતા ઘરમાં કમાવનાર મોભીની ખોટ પડી છે.

ગામડા અને શહેરમાં કયારેક ખુલ્લા લટકતા વીજ વાયરોના કારણે લોકોના મોત થતા છે, ત્યારે વીજ કંપનીઓ પણ બેદરકારી રાખ્યા વિના આળસ ખંખેરે અને લટકતા વીજ વાયરને દૂર કરે તે જરૂરી બન્યું છે.

 

 

બનાસકાંઠાના વડગામના સકલાણામાં ગત રાત્રે પિતા-પુત્રનું મોત થયું છે. પિતા-પુત્ર એકટીવા પર ખેતરમાં જઈ રહ્યા હતા તે સમયે વીજ વાયર પડતા કરંટ લાગ્યો અને તેમનું મોત થયું છે.

 

સકલાણા ગામમાં અકસ્મિક ઘટનામાં મોત થતા શોકનો માહોલ છવાયો છે, તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું છે અને મૃતદેહ પરિજનોને સોંપાયા છે, આ ઘટનામાં જો વીજ કંપનીની બેદરકારી છતી થાય તો પોલીસ તેમની સામે પણ ગુનો નોંધે તે જરૂરી બન્યું છે.

 

(1:11 PM IST)