News of Friday, 13th November 2026
વડોદરાના સાવલીના અંજેસર ગામે વીજ કરંટ લાગતાં 22 વર્ષીય યુવકનું કરુણ મોત
બળવાના તલાવડી ગામનો યુવક વીજળીના થાંભલા પર ચડ્યો: સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી

વડોદરાના સાવલી તાલુકાના અંજેસર ગામે વીજ કરંટ લાગતાં 22 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે. બળવાના તલાવડી ગામનો યુવક વીજળીના થાંભલા પર ચડ્યો હતો. આ દરમિયાન અચાનક વીજ કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સમગ્ર મામલે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
