તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
વડોદરાના અલકાપુરી ગરનાળામાં મોટું વાહન ટ્રક ફસાઈ જતાં ટ્રાફિક જામ:JCBની મદદથી ટ્રકને બહાર કઢાઈ
ઓવરબ્રિજ બન્યા બાદ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા

વડોદરાના અલકાપુરી ગરનાળામાં મોટું વાહન ટ્રક ફસાઈ જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રક ફસાઈ જતાં અન્ય વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાને પગલે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. ત્યારબાદ JCBની મદદથી ફસાઈ ગયેલી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. અલકાપુરી ગરનાળામાં વારંવાર સર્જાતી આવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોમાં અહીં ઓવરબ્રિજ બનાવવાની યોજના છે. ઓવરબ્રિજના નિર્માણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ઓવરબ્રિજ બન્યા બાદ વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા છે.
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
