તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
અમદાવાદમાં હવે ટ્રાફિક અભિયાનઃ સ્થળ પર હાલ તુરંત દંડ નહિ, જીવ મહામુલો છેઃ હેલ્મેટ, સીટ બેલ્ટ જ્ઞાનને પ્રાયોરિટી
મારો હેતુ પ્રજાને દંડીત કરી, વાહવાહી મેળવવાનો નહિ, અનેક પરિવારનો કુટુંબ કબીલો ન વિખાઈ તે મુખ્ય છે, પોલીસ સ્ટાફને સ્પષ્ટ વિચાર સાથે અનુપમસિંહ ગેહલોતે મેદાને ઉતાર્યા ેઃ પ્રજા,પોલીસ અને પ્રેસ મીડિયાના સહયોગથી રથયાત્રા, આભ ફાટયા જેવા માહોલથી જે અભિયાન આડે મુકાયેલ સ્પીડ બ્રેકર અંતે લોકોને સાથ સહકાર અપીલ સાથે દુર કર્યું

રાજકોટ તા.૨૯: સિનિયર ips અનુપમસિંહ ગેહલોતનુ જે સ્થળે પોસ્ટિંગ થાય ત્યારે તે શહેરના અનુભવી, સિનિયર લોકો, આધિકારીઓ પાસેથી માહીતી મેળવી, લોકોના સાથ સહકારથી આ પ્રશ્નની ગંભીરતા સમજી તેના ઉકેલ માટે આખી યોજના બનાવી તેની અમલવારી કરે છે.
અમદાવાદ પોલિસ કમિશનર તરીકે ચાર્જ લેતા સમયે દેશના કુંભમેળા પછી સહુથી મોટા રથ યાત્રા બંદોબસ્તની જવાબદારી આવી, તે પાર પાડી ત્યાં આભ ફાટયું, લોકો વચ્ચે જાતે પહોંચી, લોકોની લાગણી જીતી.
અમદાવાદના ટ્રાફિક સમસ્યાઓ ખૂબ મોટી છે, આથી હવે બે મહત્વની કામગીરી પૂર્ણ થતાં આ પ્રશ્ન હાથમા લીધો છે.
અનુપમસિંહ ગેહલોતનો હેતુ ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવાનો છે, લોકોને મોટો દંડ ફટકારી યશ લેવાનો નથી,અને નિયમોનું પાલન કરાવતા પોલીસ સ્ટાફને પણ સૂચના આપી છે કે, આ દંડ વસૂલી તેના આંકડાઓ દેખાડી તમારી કામગીરીને જસ્ટિફાય કરશો નહિ, લોકો નિયમ ભંગ કાર્યો હશે તો cctv છે જ, તમે જાતે પાલન કરો, અને લોકોને હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજીયાત છે, તેના પર ભાર મુકો, બે માસ સુધી રોડ પર દંડ વસુલવાને બદલે ટ્રાફિક નિયમોની ગંભીરતા સમજાવો. અત્રે એ યાદ રહે કે સુરતનો લાખોની વસ્તી ધરાવતા વરાછા વિસ્તારમાં ભૂતકાળમાં હેલ્મેટ અંગે લોકોમાં ખૂબ ઓછી ગંભીરતા હતી, પોલીસ, પ્રેસ, પોલીટીશયન સહુને સાથે રાખી, લોકોનો વિશ્વાસ કેળવી આ અભિયાન સફળ બનાવેલ.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
