<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

ડાંગ જિલ્લામાં ટ્રાફિક અભિયાન ના કડક વલણથી જિલ્લામાં ‎માર્ગ અકસ્માતોનું 56.75%નો ઘટાડો‎ :પૂજા યાદવ

ડાંગ જિલ્લામાં તા. 1/1/2026થી 30/04/2026 સુધીના સમયગાળા દરમિયાન ફેટલ અકસ્માતના ગુનામાં 38 ટકાનો અને ગંભીર તથા સામાન્ય માર્ગ અકસ્માતના ગુનાઓમાં 81.25 ટકાનો મોટો ઘટાડો

ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે ડાંગ એ પી પૂજા યાદવ દ્વારા જિલ્લાભરમાં પોલીસ વિભાગ  હાથ ધરવામાં આવેલી વિશેષ ટ્રાફિક અભિયાન  સકારાત્મક પરિણામો હવે સામે આવ્યા રહ્યાં છે ડાંગ જિલ્લમાં જેમાં છેલ્લા ચાર મહિનામાં માર્ગ અકસ્માતો ગુનાઓમાં 56.75 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે.ડાંગ જિલ્લાના ટ્રાફિક અભિયાન લઈને એસ પી પૂજા યાદવ વિશેષ મુહિમ શરૂ કરાઈ હતી આ સમર્ગ વિશાર પહાડી હોવાના લઈને ડાંગ પોલીસ એક્ટિવ હોવા લઈને અકસ્માત ઘટાડો થયો છે 
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પોલીસવડા પૂજા યાદવની રાહબરી હેઠળ ડાંગ પોલીસની ટીમો દ્વારા માર્ગ અકસ્માતો રોકવા વિશેષ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું. અભિયાનું આ કામગીરીનું સતત મોનિટરિંગ ખુદ  પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરી દ્વારા કરવામાં આવ્યું હતું, જેના પરિણામે ડાંગ જિલ્લામાં  તા. 1/1/2026થી 30/04/2026 સુધીના સમયગાળા દરમિયાન ફેટલ અકસ્માતના ગુનામાં 38 ટકાનો અને ગંભીર તથા સામાન્ય માર્ગ અકસ્માતના ગુનાઓમાં 81.25 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ડાંગ જિલ્લામાં ટ્રાફિક નિયમોના ચૂસ્ત અમલીકરણ માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા BNS-281 અને MV ACT-185 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા BNS-281 અંતર્ગત કુલ 191 કેસ નોંધવામાં આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીએ 79 કેસનો વધારો સૂચવે છે.
તેવી જ રીતે, ડ્રિંક એન્ડ ડ્રાઇવના કિસ્સામાં MV ACT-185 હેઠળ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 79 કેસ દાખલ કરાયા છે, જે ગત વર્ષની સરખામણીમાં 36 કેસ વધારે છે. આ સિવાય ટ્રાફિક ભંગના અન્ય વિવિધ હેડ હેઠળ કુલ 6647 કેસ કરીને પોલીસે રૂ. 13,89,900નો દંડ વસૂલ કર્યો છે.
આ સમગ્ર કામગીરીને સફળ બનાવવામાં ડાંગ જિલ્લાના આહવા, વઘઇ, સાપુતારા અને સુબીર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરોએ ટ્રેફિક અભિયાન લઈને મહત્વની ભૂમિકા ભજવી છે. આમ, ડાંગ જિલ્લા પોલીસની આ અસરકારક કામગીરીને કારણે માર્ગ નાના મોટા અકસ્માતોના સંખ્યા માં નોંધપાત્ર ઘટાડો થયો છે.

(2:23 PM IST)