<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

અંબાજીમાં માનસરોવર કુંડ ખાતે શસ્ત્ર અને શમી પૂજનની પરંપરાગત ઉજવણી

શમીના વૃક્ષ નીચે ઢોલ-શરણાઈના સૂર વચ્ચે ધાર્મિક વિધિઓ યોજાઈ :શાસ્ત્રોક્ત વિધિથી સુરક્ષા શસ્ત્રોનું પૂજન, આરતી અને પ્રસાદ વિતરણ

જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર અને શમી પૂજનની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. અંબાજી મંદિરની પાછળ આવેલા ઐતિહાસિક માનસરોવર કુંડ ખાતે શમીના વૃક્ષ નીચે ઢોલ-શરણાઈના સૂર વચ્ચે ધાર્મિક વિધિઓ યોજાઈ હતી. આ પ્રસંગે મંદિરના વહીવટી સ્ટાફ, ભટ્ટજી મહારાજ, મુખ્ય પૂજારીઓ, દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ અને એસઆરપીના જવાનો હાજર રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિથી સુરક્ષા શસ્ત્રોનું પૂજન, આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અંબાજી પોલીસ સ્ટેશન ખાતે પણ PI પારગી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગમાં લેવાતાં શસ્ત્રોનું વિધિવત પૂજન કર્યું હતું. આમ, ગુજરાતભરમાં રાવણ દહનથી લઈને શમી અને શસ્ત્ર પૂજન સુધી વિવિધ ધાર્મિક પરંપરાઓ સાથે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી.

 

(9:59 PM IST)