News of Tuesday, 2nd June 2026
રાજપીપળા શાક માર્કેટમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતા વેપારીઓને ભારે નુકસાન થતા ભારે રોષ
આખલા બાખડતા લારીઓ અને ગાડીઓને નુકશાન, લાગે છે કે રાજપીપળામાં નગરપાલિકાનું અસ્તિત્વ જ નથી :રેગ્યુલર ચીફ ઓફિસર નહીં હોવાથી પીવાના પાણી, સફાઈ, કચરો લેવા આવતી ગાડી સહિત ની ઘણી સમસ્યાઓ

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેરના શાક માર્કેટ વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે અચાનક જંગ જામતા નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા, આખલાઓની અથડામણ દરમિયાન કેરીશાકભાજીની લારીઓને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે લારી રાખીને ધંધો કરતા વેપારીઓને આર્થિક ફટકો પડતા રોષ જોવા મળ્યો.
મળતી વિગતો મુજબ રાજપીપળા માર્કેટ માં ગત રાત્રે બે આખલાઓ વચ્ચે યુદ્ધ થતા માર્કેટમાં પાર્ક કરેલી કેટલીક મોટરસાયકલો ,લારીઓને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત શાક માર્કેટમાં આવતા-જતા કેટલાક રાહદારીઓને પણ જીવ જોખમમાં મુકાયા હોવાનું જાણવા મળ્યું છે.
રાજપીપળા શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી યથાવત્ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલવાની કામગીરી વહેલીતકે કરવામાં આવે, જોકે લાંબા સમય થી અહીંયા કોઈ રેગ્યુલર ચીફ ઓફિસર નહીં હોવાથી પીવાના પાણી, સફાઈ, કચરો લેવા આવતી ગાડી સહિતની ઘણી સમસ્યાઓ જોવા મળે છે અને આ તમામ તકલીફો બાબતે કોઇજ ધ્યાન નહી આપતા વેરો ભરતી પ્રજા મા રોષ જોવા મળ્યો છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
