તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
નવસારીમાં રૂ.55 કરોડના ખર્ચે બનેલો ટાઉનહોલ હાલ સફેદ હાથી સાબિત થયો:ડું એટલું ઊંચું કે સામાન્ય લોકોને પોસાય તેમ જ નથી.
900 બેઠકના ટાઉનહોલનું એક દિવસનું ભાડું 75 હજાર રૂપિયા પ્લસ GST :મીટીંગમાં સાત લોકો બેસી શકે તેવા હોલનું અડધા દિવસનું ભાડું 25 હજાર રૂપિયા એટલે કે એક દિવસનું 50 હજાર તેમજ GSTના અલગ ભરવા પડે

નવસારી :સામાન્ય રીતે વિવિધ શહેરોમાં રાજ્ય સરકાર દ્વારા ટાઉનહોલની વ્યવસ્થા કરાતી હોય છે. કે જેથી શહેરીજનોને એક જ સ્થળે ઓછા ભાડામાં જાહેર કાર્યક્રમ માટે વ્યવસ્થા મળી શકે. નવસારીમાં ટાઉનહોલ નિર્માણ માટે ત્રણ વર્ષ પહેલાં સરકારે જ્યારે 55 કરોડનું બજેટ ફાળવ્યું. ત્યારે શહેરીજનોને પણ કંઈક આવી જ આશા જાગી હતી. પરંતુ, તે ઠગારી નિવડી છે. ટાઉનહોલ તો બનીને તૈયાર છે. પરંતુ, તેનું ભાડું એટલું ઊંચું છે કે સામાન્ય લોકોને પોસાય તેમ જ નથી.
900 બેઠકના ટાઉનહોલનું એક દિવસનું ભાડું 75 હજાર રૂપિયા પ્લસ GST છે. મીટીંગમાં સાત લોકો બેસી શકે તેવા હોલનું અડધા દિવસનું ભાડું 25 હજાર રૂપિયા એટલે કે એક દિવસનું 50 હજાર તેમજ GSTના અલગ ભરવા પડે છે. તો બેન્કવેટ હોલનું એક દિવસનું ભાડું 40 હજાર રૂપિયા પ્લસ GST છે. સ્થિતિ એ છે કે ટાઉનહોલ બન્યો ત્યારથી એકલ-દોકલ સરકારી કાર્યક્રમ સિવાય અન્ય કોઈ થયા જ નથી.
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
