તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th April 2026
દ્વારકા, સોમનાથ, સાપુતારા સહિત ૫ સ્થળોએ ટુરિસ્ટ પોલીસ મથકો બનશે
ગુજરાત આવતા દેશ વિદેશના યાત્રિકો, પ્રવાસીઓ આપણા રાજ્યની અમીટ છાપ સાથે પરત ફરે તે દિશામાં મુખ્ય પોલીસ વડા ડો .કે એલ. એન રાવ દ્વારા વધુ એક સરાહનીય પગલું : યોગ્ય સ્થળની તલાશ આકર્ષક અલગ યુનિફોર્મ, વાહન સહિતની સુવિધા, એકજ સ્થળેથી તમામ સમસ્યાઓના ઉકેલ મળે તે માટે દ્વારકા, સોમનાથ, અને ડાંગ એસપી સાથે મહત્વની બેઠક યોજાઈ : ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, દ્વારકા એસપી જયરાજસિંહ વાળા, ડાંગ એસપી પૂજા યાદવ સાથેની વિડિઓ કોન્ફરન્સમાં રાજ્યના એડમિનિસ્ટ્રેશન વડા ગગનદીપ ગંભીર પણ સક્રિય રહ્યા

રાજકોટ તા.૨૮: અનુભવ સાથે આગવુ વિઝન ધરાવતા રાજ્યના મુખ્ય પોલીસ વડા દ્વારા ગુજરાતના દેશભરમાં મશહૂર ધાર્મિક અને પર્યટન સ્થળો પર દેશ વિદેશથી આવતા યાત્રિકો અને પર્યટકો ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાની આગવી છાપ સાથે પરત ફરે તે માટે ડો.કે એલ.એન.રાવ દ્વારા દ્વારકા, સોમનાથ અને સાપુતારા જેવું હિલ સ્ટેશન જે જિલ્લાની નીચે આવે છે, તેવા ડાંગ એસપી સાથે ટૂરિસ્ટ પોલીસ મથક શરૂ કરવા માટે મહત્વની બેઠક યોજી હતી.
ગુજરાતના એડમિનિસ્ટ્રેશન વડા ગગનદીપ ગંભીર સહિતના સંબધક સિનિયર IPS અધિકારીઓનો ઉપસ્થિતિમાં આ વિડિઓ કોન્ફરન્સ યોજાયેલ.
આ ખૂબ મહત્વની કોન્ફરન્સમાં આ ટૂરિસ્ટ પોલીસ મથક ખરા અર્થમાં લોકો માટે સુરક્ષા, સલામતીનો અહેસાસ કરાવે તે હેતુસર આ પોલીસ સ્ટેશન માટે યોગ્ય જગ્યા પસંદ કરવી, અહીં ફરજ બનાવનાર માટે આકર્ષક યુનિફોર્મ માટે ડિઝાઇન તૈયાર કરવા સાથે યાત્રાળુ અને પ્રવાસીઓ સાથે ખૂબ વિનય વિવેક અને સૌજન્ય, મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરવું. યાત્રિકો અને પ્રવાસીઓની કોઈ સમસ્યા માટે તેમને એક જ સ્થળેથી બધી મદદ મળી રહે તેને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
