તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવા પ્રવાસન સ્થળ અને ટુરિસ્ટ પ્લેસ પર પણ ઇંધણના ફાંફા...
કેવડિયા કોલોનીમાં પંપ વાળાને ડીઝલનો જથ્થો ઓછો મળતા વાહન ચાલકો હેરાન: કેવડિયાના 100 જેવા ગામડા અને ટુરિસ્ટ પ્લેસ હોવા છતાં હાલ અછતમાં અંદાજે ત્રણ હજાર લિટર જ ડીઝલ મળતા માથાકૂટ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :હાલ ભારત દેશમાં મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે ઉપરાંત પેટ્રોલ ડીઝલ મામલે પણ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, તંત્ર ભલે અછત નથી ની વાતો કરે પરંતુ કેવડિયા કોલોની માં આવેલા એકમાત્ર પંપ ઉપર ડીઝલની અછત હોવાથી બપોર બાદ ડીઝલ મળતું નથી.
મળતી વિગતો અનુસાર કેવડિયા કોલોની ખાતે એકજ પેટ્રોલ પંપ છે અને ત્યાં આસપાસ 100 જેટલા ગામડા આવેલા હોય ત્યારે ખેતી કરતા ખેડૂતો ને ખેતર માં વપરાતા ડીઝલ પંપ, ટ્રેક્ટર સહિત વાહનો માં ડીઝલ જરૂરી છે. સાથે સાથે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા લાખો લોકો સાથે આ પ્રવાસન સ્થળ હોય ઘણા વાહનો માં ડીઝલ ની જરૂરિયાત પડતા આ એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ નો પૂરતો જથ્થો જરૂરી છે ત્યારે જાણવા મળ્યા મુજબ હાલ માં કેવડિયા ના આ એક પંપ પર ફક્ત ત્રણ હજાર લિટર ડીઝલ રોજ આપવામાં આવે છે જે આખા દિવસ દરમિયાન આવતા ડીઝલ વાહનો માં પહોંચી વળે તેમ નથી માટે બપોર બાદ આ પંપ ઉપર ડીઝલ ખલાસ થતા બપોર બાદ આવેલા ગ્રાહકો ડીઝલ વિના જ પાછા ફરે છે.
એક તરફ તંત દ્વારા પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે તેવા દાવા કરવામાં આવે છે ત્યારે કેવડિયા કોલોનીના આ પંપની સ્થિતિ જોઈ જિલ્લામાં આવા કેટલા પંપ પર ઇંધણની અછત હશે એ તપાસનો વિષય છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
