તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
નર્મદા જિલ્લાના સાગબારા, સેલંબા અને ડેડીયાપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ :નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક
સાગબારામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો :સેલંબા નજીક એક મહિના પહેલાં બનાવેલ નાળું ભારે પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું :ડુમખલ નજીક તારવ નદીમાં પાણીનો પ્રવાહ વધતા મહારાષ્ટ્ર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ

દક્ષિણ ગુજરાતના નર્મદા અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ પણ સર્જાઈ છે. નર્મદાના સાગબારા, સેલંબા અને ડેડીયાપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. ડુમખલ નજીક તારવ નદીમાં પાણીનો પ્રવાહ વધતા મહારાષ્ટ્ર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાગબારામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. સેલંબા નજીક એક મહિના પહેલાં બનાવવામાં આવેલું નાળું ભારે પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં વિકાસકાર્યોની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા અને આહવામાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
