<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

પત્‍ની સાથેના ઝઘડા ઉકેલવા AIની મદદ લીધીઃ જવાબ મળ્‍યો ‘છૂટાછેડા લઈ લો'

વડોદરાના શિક્ષકનો કિસ્‍સો ચર્ચામાં

વડોદરા તા.૧૭: આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ (AI) આજકાલ અભ્‍યાસથી લઈને નોકરી અને વ્‍યવસાય સુધી અનેક ક્ષેત્રોમાં મદદરૂપ બની રહ્યું છે. પરંતુ જ્‍યારે અંગત સંબંધો અને પારિવારિક જીવનની વાત આવે ત્‍યારે AIનીસલાહ કેટલી યોગ્‍ય છે, તે અંગે વડોદરાની એક ઘટનાએ ચર્ચા જગાવી છે. અહીં એક શિક્ષકે પત્‍ની સાથેના વારંવારના ઝઘડાઓનો ઉકેલ મેળવવા માટે AIનીમદદ લીધી હતી. પત્‍નીના જણાવ્‍યા અનુસાર, ખ્‍ત્‍ની સલાહથી પતિએ ઝઘડાઓના ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, AIદ્વારા છૂટાછેડાની સલાહ મળ્‍યા બાદ પતિએ પત્‍ની પાસે છૂટાછેડાની માંગ પણ કરી હતી. આખરે પત્‍નીએ ૧૮૧ અભયમ મહિલા હેલ્‍પલાઇનનો સંપર્ક કર્યો હતો. કાઉન્‍સેલિગ બાદ દંપતી વચ્‍ચે સમજૂતી થઈ હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના વડોદરાના છાણી વિસ્‍તારમાં રહેતા એક દંપતી સાથે સંકળાયેલી છે. મહિલાએ ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનનો સંપર્ક કરીને પોતાના લગ્નજીવનમાં ચાલી રહેલા વિવાદ અંગે જાણ કરી હતી. તેનો પતિ ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે.

લગ્ન બાદ પત્‍નીએ નોકરી છોડીને ગૃહિણી તરીકે રહેવાનું પસંદ કર્યું હતું. જોકે, પતિ ઈચ્‍છતો હતો કે પત્‍ની ફરીથી નોકરી શરૂ કરે. આ મુદ્દે બંને વચ્‍ચે મતભેદ ઊભા થયા હતા અને છેલ્‍લા કેટલાક મહિનાથી વારંવાર ઝઘડા થતા હોવાનું મહિલાએ જણાવ્‍યું હતું.

પત્‍નીના જણાવ્‍યા પ્રમાણે, તેનો પતિ છેલ્‍લા આશરે ૨ મહિનાથી દાંપત્‍ય જીવનમાં ચાલી રહેલા વિવાદો અંગે AIપાસેથી સલાહ લઈ રહ્યો હતો. પત્‍ની સાથેના ઝઘડાઓ વિશ ેAIનીે માહિતી આપીને તે તેના સૂચનો પ્રમાણે વર્તવાનો પ્રયાસ કરતો હતો.

આ દરમિયાન AIની સલાહના આધારે પતિએ પત્‍ની સાથે થતા ઝઘડાઓના ઓડિયો અને વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો. પતિના આ વર્તનથી બંને વચ્‍ચેનો તણાવ વધુ વધ્‍યો હતો.

મહિલાના જણાવ્‍યા અનુસાર, AIસાથેની વાતચીત દરમિયાન એક તબક્કે પતિને છૂટાછેડા લેવાની સલાહ આપવામાં આવી હતી. ત્‍યારબાદ પતિએ પણ પત્‍ની સમક્ષ છૂટાછેડાની માંગણી કરી હતી.

જોકે, પત્‍ની લગ્નજીવનનો અંત લાવવા ઇચ્‍છતી નહોતી. પતિના આ વલણ અને સતત વધતા વિવાદથી પરેશાન થઈને આખરે તેણે ૧૮૧ અભયમ મહિલા હેલ્‍પલાઇનની મદદ લેવાનું નક્કી કર્યું હતું.

મહિલાની ફરિયાદ મળ્‍યા બાદ અભયમની ટીમે દંપતીનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો સમજવાનો પ્રયાસ કર્યો હતો. બંને સાથે વાતચીત કરીને તેમના મતભેદો અને વિવાદ પાછળનાં કારણો જાણવામાં આવ્‍યાં હતાં.

કાઉન્‍સેલિગ દરમિયાન ટીમે સમજાવ્‍યું હતું કે લગ્નજીવન અને અંગત સંબંધો અંગેના મોટા નિર્ણયો કોઈ મશીન કે ખ્‍ત્‍ની સલાહના આધારે ન લેવા જોઈએ. આવા સંવેદનશીલ મુદ્દાઓમાં પતિ-પત્‍ની વચ્‍ચે ખુલ્‍લી વાતચીત, પરસ્‍પર સમજણ અને એકબીજાની લાગણીઓનો આદર જરૂરી છે.

ટીમની સમજાવટ બાદ દંપતીએ એકબીજા સાથે વાતચીત કરી અને સંબંધ જાળવી રાખવા માટે સમજૂતી સાધી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

અહેવાલો અનુસાર, દંપતીના પરિવારજનો વડોદરાની બહાર રહેતા હોવાથી તેઓ રોજિદા વિવાદોમાં સીધી રીતે સામેલ નહોતા. વિવાદ વધતાં પરિવારજનો તરફથી પણ છૂટાછેડા અંગેની સલાહ આપવામાં આવી હોવાનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે.

જોકે, અભયમની ટીમે બંનેને સમજાવ્‍યા બાદ દંપતીએ ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે સાથે રહીને મતભેદો ઉકેલવાનો પ્રયાસ કરવાનો નિર્ણય લીધો હતો.

આ ઘટના એ વાત તરફ ધ્‍યાન દોરે છે કે AIમાહિતી મેળવવા અને સામાન્‍ય સમસ્‍યાઓના ઉકેલ માટે ઉપયોગી સાધન બની શકે છે, પરંતુ દરેક વ્‍યક્‍તિના સંબંધો, લાગણીઓ અને પારિવારિક પરિસ્‍થિતિઓને સંપૂર્ણ રીતે સમજી શકે એવું નથી.

AIનીદ્વારા આપવામાં આવતો જવાબ ઉપલબ્‍ધ માહિતી અને પૂછાયેલા સવાલના આધારે તૈયાર થાય છે. જો તેને એક જ વ્‍યક્‍તિનો લ્લષ્ટિકોણ મળે, તો જવાબમાં સંબંધની બીજી બાજુ કે સમગ્ર પરિસ્‍થિતિનો સમાવેશ ન પણ થાય.

તેથી લગ્નજીવન જેવા સંવેદનશીલ મુદ્દાઓમાં ખ્‍ત્‍ની સલાહને અંતિમ નિર્ણય માનવાને બદલે, પરસ્‍પર સંવાદ અને જરૂર પડે ત્‍યારે કાઉન્‍સેલરની મદદ લેવી વધુ યોગ્‍ય છે. વડોદરાની આ ઘટનામાં પણ હેલ્‍પલાઇનની દરમિયાનગીરી બાદ દંપતી વચ્‍ચે વાતચીતનો માર્ગ ખુલ્‍યો અને સંબંધને વધુ એક તક આપવાનો નિર્ણય લેવાયો

(1:31 PM IST)