<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

કાલનો ઓનલાઇન સ્‍વાગત કાર્યક્રમ કેન્‍સલ હવે ૩૦મીએ સવારે ૮ થી ૧૧ સુધી યોજાશે

 

રાજકોટ, તા.૨૨: પ્રજાજનોની રજૂઆતો અને સમસ્‍યાઓના ઓનલાઇન નિવારણનો સ્‍વાગત કાર્યક્રમ આગામી ગુરૂવાર તારીખ ૨૩ એપ્રિલે યોજાશે નહીં રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીઓની આદર્શ આચારસંહિતાને અનુલક્ષીને એપ્રિલ ૨૦૨૬ નો રાજ્‍ય અને જિલ્લા  સ્‍વાગત કાર્યક્રમ ૩૦ એપ્રિલ ૨૦૨૬ ના ગુરૂવારે યોજવામાં આવશે રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને રાજ્‍ય અને જિલ્લા કક્ષાનો તારીખ ૨૩ એપ્રિલના રોજ  યોજાનારો સ્‍વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્‍યો છે.

 દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામા આવતા આ સ્‍વાગત  કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ ૨૦૨૬ નો રાજ્‍ય અને જિલ્લા કક્ષાનો સ્‍વાગત કાર્યક્રમ પાંચમા ગુરૂવાર એટલે કે  તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૬ ના રોજ યોજવામાં આવશે. એટલું જ નહિ, તે દિવસે સવારે ૮ થી ૧૧ વાગ્‍યા સુધી લોકોની રજૂઆતો સ્‍વીકારવામાં આવશે.

(3:24 PM IST)