<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

કાલે ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી કરાશે

કાર્યક્રમનો પ્રારંભ વિધાનસભા સચિવાલયના પોડિયમ ખાતે બંધારણ પૂજનથી કરાશે :શાસક પક્ષના ખંડ ખાતે વિવિધ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફાળવાયેલા વિષયો પર ચર્ચા-પરિસંવાદ કરશે.

ગાંધીનગર: ભારતના બંધારણ સ્વીકારની સ્મૃતિમાં તા. ૨૬ નવેમ્બરને સમગ્ર દેશમાં 'બંધારણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે આવતીકાલે સવારે ૧૦:૦૦ કલાકે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય બંધારણના ઘડવૈયાઓના યોગદાનનું સ્મરણ કરી બંધારણમાં નિહિત ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના મૂલ્યો તથા લોકશાહી પરંપરાઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ સુદ્રઢ કરવાનો છે.
આ કાર્યક્રમનો પ્રારંભ વિધાનસભા સચિવાલયના પોડિયમ ખાતે બંધારણ પૂજનથી કરવામાં આવશે. ત્યારબાદ શાસક પક્ષના ખંડ ખાતે વિવિધ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તેમને ફાળવવામાં આવેલા વિષયો પર ચર્ચા-પરિસંવાદ કરશે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીઓ, ધારાસભ્યઓ, વિધાનસભા સચિવાલયના અધિકારીઓ-કર્મચારીશ્રીઓ  અને વિવિધ લો કોલેજના વિદ્યાર્થીઓ-પ્રાધ્યાપકઓ  ઉપસ્થિત રહેશે

(8:40 PM IST)