તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા પર GJ-21 ધારકો માટે ''ટોલ ફ્રી'' સુવિધા બંધ
જિલ્લાના વાહનચાલકો પાસેથી પણ ટોલ વસૂલવાનું શરુ કરાતા વાહન ચાલકોમાં આક્રોશ:નજીકના દિવસોમાં આંદોલનમાં પરિણમે તો નવાઈ નહીં

નવસારી જિલ્લાના ને.હા.ન.48 પર બોરીયાચ ટોલનાકા ઉપર 1 મેના રોજથી નવસારી જિલ્લાના વાહનચાલકો પાસેથી પણ ટોલ વસૂલવાનું શરુ કરાતા વાહન ચાલકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળે છે. આ આક્રોશ નજીકના દિવસોમાં આંદોલનમાં પરિણમે તો નવાઈ નહીં બોરીયાચ પાસે ટોલનાકું આવ્યું છે, અહીં ભૂતકાળમાં પણ ટોલ બાબતે વિવાદ સર્જાયો હતો, જે બાદ અહી નવસારી જિલ્લાના વાહનચાલકો પાસે ટોલ વસૂલવાનું બંધ કરાયું હતું.
જીજે-21 નંબરના વાહનો ઉપર ટોલ ફ્રી થયો હતો પરંતુ ને.હા. ઓથોરિટીએ 1 મેથી કોઈ જાણ કર્યા વગર ટોલ વસૂલવાનું ચાલુ કરતા વાહનચાલકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળે છે. જીજે-21 નંબરના વાહનચાલકો અહીંથી પસાર થયા અને તેમના ખાતામાંથી ટોલના રૂ. 120 કપાતા ચોકી ઉઠ્યા હતા અને તપાસ કરતા બધા જ વાહન ચાલકો કે જે જિલ્લાના હોય તો પણ રૂપિયા કપાતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
આ બાબતે શિંદે, મેનેજર, બોરીયાચ ટોલનાકા જણાવ્યું હતું કે 1 મે થી દેશમાં ઓટોમેટીક ટોલ કાપવાની સિસ્ટમ શરૂ થઇ છે એટલે લોકલ વાહનચાલકોએ પણ ટોલ ભરવો પડશે અથવા બોરીયાચ ટોલનાકાની ઓફિસ ઉપરથી લોકલ વાહનચાલકો માટે માસિક પાસ રૂ. 350નો કાઢી અપા શે. જે વાહન ચાલકો પાસે ફાસ્ટ ટેગ ન હોય તેમણે યુપીઆઇથી જવા માટે રૂ. 150 ભરવા પડશે.
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
