તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
આજે વૈકુંઠ ચતુર્દશી : હરિ-હર મિલનનું પાવન પર્વ, ભગવાન વિષ્ણુ અને મહાદેવની એકસાથે થશે વિશેષ પૂજા
એક હજાર કમળની પૌરાણિક કથા સાથે જોડાયેલું છે આ પવિત્ર પર્વ શિવ-વિષ્ણુની ઉપાસના, દીપદાન અને મંત્રજાપનું અનેરું મહત્ત્વ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કળતિ માં અનેક પર્વો નું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે, આવું જ એક પવિત્ર પર્વ એટલે વૈકુંઠ ચતુર્દશી કારતક માસ ના શુક્લ પક્ષ ની ચતુર્દશી ના દિવસે ઉજવાતું આ પર્વ ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવના દિવ્ય મિલનનું પ્રતીક માનવામાં આવે છે.
આ દિવસ ને ‘હરિ-હર મિલન' તરીકે પણ ઓળખવામાં આવે છે , આ વર્ષે વૈકુંઠ ચતુર્દશી નો પવિત્ર તહેવાર આજે છે. આ પર્વ નું વિશેષ મહત્ત્વ એટલા માટે પણ છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની એકસાથે પૂજા કરવામાં આવે છે, સનાતન પરંપરામાં હરિ એટલે ભગવાન વિષ્ણુ અને હર એટલે ભગવાન શિવ , બંને દેવતાઓ ની એકસાથે ઉપાસના કરવી એ પરમાત્મા ની એકતા, પરસ્પર સન્માન અને ભક્તિ ભાવ નો સુંદર સંદેશ આપે છે.
વૈકુંઠ ચતુર્દશી નું મહત્ત્વ આ વખતે વધુ વિશેષ બની રહ્યું છે. કારણ કે આ પવિત્ર તિથિ સોમવાર ના દિવસે આવી રહી છે, સોમવાર ભગવાન મહાદેવને સમર્પિત દિવસ છે, જ્યારે ચતુર્દશી તિથિ પણ ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે, આમ, સોમવાર અને ચતુર્દશી નો સંયોગ ભક્તો માટે શિવ આરાધના નો વિશેષ અવસર બની રહ્યો છે, આ દિવસે ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધાર્મિક માન્યતા અનુસાર વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે. વૈકુંઠ ચતુર્દશી માત્ર એક ધાર્મિક તહેવાર નથી ,પરંતુ ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવ વચ્ચેના આધ્યાત્મિક એકત્વનો સંદેશ આપતું પર્વ છે.
પૌરાણિક માન્યતા અનુસાર ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રા માં હોય છે અને સળષ્ટિ ના સંચાલન ની જવાબદારી ભગવાન મહાદેવ સંભાળે છે, દેવઉઠી એકાદશી બાદ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રા માંથી જાગળત થાય છે, ત્યાર બાદ વૈકુંઠ ચતુર્દશી ના દિવસે ભગવાન શિવ સળષ્ટિના સંચાલનની જવાબદારી ફરી ભગવાન વિષ્ણુને સોંપે છે, એવી ધાર્મિક માન્યતા પ્રચલિત છે.
એક હજાર કમળની પૌરાણિક કથાઃ ભગવાન વિષ્ણુએ પોતાનું નેત્ર અર્પણ કરવાનો લીધો હતો સંકલ્પ વૈકુંઠ ચતુર્દશી સાથે જોડાયેલી એક અત્યંત ભાવનાત્મક અને પ્રેરણાદાયક પૌરાણિક કથા પણ પ્રચલિત છે. કહેવાય છે કે એક વખત ભગવાન વિષ્ણુ કાશી માં ભગવાન શંકર ની પૂજા કરવા માટે પહોંચ્યા હતા , તેમણે ભગવાન મહાદેવ ને એક હજાર કમળ નાં પુષ્પ અર્પણ કરીને તેમની આરાધના કરવાનો સંકલ્પ કર્યો હતો , પૂજા દરમિયાન ભગવાન શિવે તેમની ભક્તિ ની પરીક્ષા લેવા માટે એક કમળનું પુષ્પ ઓછું કરી દીધું , ભગવાન વિષ્ણુ એ જ્યારે પુષ્પો ની ગણતરી કરી ત્યારે એક કમળ ઓછું જણાયું.
ભગવાન વિષ્ણુને કમળ નયન તરીકે પણ ઓળખવા માં આવે છે , તેમની આંખો કમળ જેવી સુંદર હોવાથી તેમણે એક કમળ ના સ્થાને પોતાનું એક નેત્ર ભગવાન શિવ ને અર્પણ કરવાનો નિヘય કર્યો, ભગવાન વિષ્ણુ ની આ અતૂટ ભક્તિ અને સમર્પણ થી ભગવાન મહાદેવ પ્રસન્ન થયા, તેમણે ભગવાન વિષ્ણુ ને દર્શન આપ્યાં અને તેમને સુદર્શન ચક્ર પ્રદાન કર્યું, એવી પૌરાણિક કથા પ્રચલિત છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વહેલી સવારે ઊઠીને તાાન કરવું અને ભગવાન વિષ્ણુ તથા ભગવાન મહાદેવનું સ્મરણ કરવું જોઈએ.પૂજા દરમિયાન ભગવાન શિવને જળ, દૂધ, બીલીપત્ર અને કમળનાં પુષ્પ અર્પણ કરવાં.
ભગવાન વિષ્ણુને તુલસી દળ, ફૂલ અને ફળ અર્પણ કરવાં. ભગવાન વિષ્ણુ ના વિષ્ણુ સહષાનામનો પાઠ કરવો. ભગવાન શિવના મહામળત્યુંજય મંત્રનો જાપ કરવો. ઘરમાં તથા મંદિર માં દીપદાન કરવું. પોતાની શક્તિ અનુસાર દાન-પુણ્ય કરવું. દિવસ દરમિયાન ઉપવાસ અને ભક્તિભાવ થી ભગવાન નું સ્મરણ કરવું. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવ ની સંયુક્ત આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
