તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
આજે ગુજરાતના CID વડા ડો.કે.એલ.એન.રાવનો જન્મ દિવસ
નો ડ્રગ્સ ઈન ગુજરાત મિશનના પ્રણેતા પર અભિનંદન અપરંપાર

રાજકોટ, તા.૨૬: આજે ગુજરાતના CID વડા અને ઇન્ચાર્જ પ્રીઝન વડા જેમના તાબામાં ગુજરાત રેલ્વે, એન્ટી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ સહીત મહત્વના વિભાગો છે, તેવા ખુબ કડકાઈથી કામ લેવા માટે જાણીતા સિનિયર IPS ડો. કે. એલ. એન. રાવનો આજે જન્મ દિવસ છે.
મૂળ તેલંગાણાના ( સાઉથ ઇન્ડિયા)ના વતની એવા આ IPS એમ. એસસી, ભ્ણ્ઝ કરી ડોક્ટરેટની પદવી હાંસલ કરી છે, આ સાથે ડિપ્લોમા (PGPPN) છે રાજકોટ, સુરત, વડોદરા સહીત સૌરાષ્ટ્ર ગુજરાતમાં તેવોએ ગુનાખોરી કંટ્રોલ કરવા ખુબ પ્રયત્નશીલ રહેલ. ગુજરાતની જેલોમાં કેદીઓને જેલ જીવન બાદ આત્મ નિર્ભર બનાવવા જેલોમાં હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ફર્નિચર અને બેકરી ઉદ્યોગ સાથે વિવિધ ડિગ્રી કોર્ષ શરુ કરાવવામાં ખુબ મોટુ યીગદાન આપ્યું છે. (મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૫૮૩૭)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
