News of Friday, 27th November 2026
હિન્દી સાહિત્યના અમર કવિ ડો. હરિવંશરાય બચ્ચનની આજે ૧૧૯મી જન્મજયંતિ
‘મધુશાલા'ના સર્જક અને શબ્દોના જાદુગર તરીકે દેશભરમાં જાણીતી ઓળખ પદ્મભૂષણ સહિત અનેક સન્માનોથી સન્માનિત, મહાનાયક અમિતાભ બચ્ચનના પિતા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ હિન્દી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર ડો. હરિવંશરાય બચ્ચન ની આજે ૨૭ નવેમ્બર ના રોજ ૧૧૯ મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. પોતાની અદભુત કાવ્યરચના ઓ અને જીવનદર્શન થી તેમણે ભારતીય સાહિત્ય જગત માં આગવી ઓળખ ઊભી કરી હતી.
ડો. હરિવંશરાય બચ્ચનનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૦૭ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ નજીક થયો હતો, તેમણે અલ્હાબાદ યુનિવર્સિટી માંથી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી માંથી અંગ્રેજી સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી.
વર્ષ ૧૯૩૫ માં પ્રકાશિત થયેલી તેમની પ્રસિદ્ધ કાવ્ય કૃતિ ‘મધુશાલા'એ તેમને વિશેષ લોકપ્રિયતા અપાવી હતી. તેમની અન્ય જાણીતી કૃતિઓમાં 'મધુબાલા' અને ‘મધુકલશ' નો સમાવેશ થાય છે. તેમણે કવિતા ઉપરાંત આત્મકથા, નિબંધ અને અનુવાદ સાહિત્યમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
સાહિત્ય ક્ષેત્રે તેમના યોગદાન બદલ વર્ષ ૧૯૬૯ માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને વર્ષ ૧૯૭૬ માં પદ્મભૂષણ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ રાજ્યસભા ના સભ્ય તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.
ડો. હરિવંશરાય બચ્ચન ના પુત્ર એટલે ભારતીય ફિલ્મજગત ના મહાનાયક અમિતાભ બચ્ચન , અમિતાભ બચ્ચન અનેક પ્રસંગો એ પોતાના પિતા ની કવિતા ઓનું પઠન કરીને તેમની સાહિત્યિક વિરાસતને જીવંત રાખે છે.
૯૫ વર્ષ ની વયે મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું, જોકે તેમની અમર રચના ઓ આજે પણ સાહિત્ય પ્રેમીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે.
આજે તેમની ૧૧૯મી જન્મજયંતિ નિમિત્તે હિન્દી સાહિત્ય ના આ મહાન કવિ, શબ્દો ના સર્જક અને સાહિત્ય જગત ના અમૂલ્ય રત્નને ભાવભીની શ્રદ્ધાંજાલિ અને શત શત નમન.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
