<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

રાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૧ તાલુકામાં આજે સવારે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં ભારે મેઘમહેર : વલસાડના ઉમરગામમાં સૌથી વધુ ૧૫.૨૪ ઇંચ વરસાદ ખાબક્યો : જુઓ સંપૂર્ણ લિસ્ટ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ઉમરગામમાં ૧૫.૨૪ ઇંચ, કપરાડામાં ૧૨.૬૦ ઇંચ, નાનાપોંઢામાં ૧૧.૪૬ ઇંચ, વલસાડમાં ૧૧.૨૨ ઇંચ, પારડીમાં ૧૦.૧૬ ઇંચ, ખેરગામમાં ૯.૮૮ ઇંચ, ધરમપુરમાં ૮.૩૫ ઇંચ, વાપીમાં ૬.૪૬ ઇંચ, ગણદેવીમાં ૬.૩૦ ઇંચ અને પલસાણામાં ૬.૨૬ ઇંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા અનુસાર, રાજ્યમાં આજે ૨૨ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીના ૧૬ કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ ૨૮ જિલ્લાઓના ૧૫૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ-૧૦ શહેરો/તાલુકાઓ અને આંકડા:

રાજ્યમાં આજે સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયેલા મુખ્ય ૧૦ તાલુકાઓની વિગત નીચે મુજબ છે:

૧. ઉમરગામ (જિ. વલસાડ): ૧૫.૨૪ ઇંચ (૩૮૭ મીમી)

૨. કપરાડા (જિ. વલસાડ): ૧૨.૬૦ ઇંચ (૩૨૦ મીમી)

૩. નાનાપોંઢા (જિ. વલસાડ): ૧૧.૪૬ ઇંચ (૨૯૧ મીમી)

૪. વલસાડ (જિ. વલસાડ): ૧૧.૨૨ ઇંચ (૨૮૫ મીમી)

૫. પારડી (જિ. વલસાડ): ૧૦.૧૬ ઇંચ (૨૫૮ મીમી)

૬. ખેરગામ (જિ. નવસારી): ૯.૮૮ ઇંચ (૨૫૧ મીમી)

૭. ધરમપુર (જિ. વલસાડ): ૮.૩૫ ઇંચ (૨૧૨ મીમી)

૮. વાપી (જિ. વલસાડ): ૬.૪૬ ઇંચ (૧૬૪ મીમી)

૯. ગણદેવી (જિ. નવસારી): ૬.૩૦ ઇંચ (૧૬૦ મીમી)

૧૦. પલસાણા (જિ. સુરત): ૬.૨૬ ઇંચ (૧૫૯ મીમી)

 

 વિવિધ જિલ્લાઓ અને તાલુકાવાર નોંધાયેલ વિસ્તૃત વરસાદની વિગતો :

  વલસાડ જિલ્લો: ઉમરગામ ૧૫.૨૪ ઇંચ, કપરાડા ૧૨.૬૦ ઇંચ, નાનાપોંઢા ૧૧.૪૬ ઇંચ, વલસાડ ૧૧.૨૨ ઇંચ, પારડી ૧૦.૧૬ ઇંચ, ધરમપુર ૮.૩૫ ઇંચ, વાપી ૬.૪૬ ઇંચ.

  નવસારી જિલ્લો: ખેરગામ ૯.૮૮ ઇંચ, ગણદેવી ૬.૩૦ ઇંચ, ચીખલી ૬.૧૮ ઇંચ, જલાલપોર ૪.૫૭ ઇંચ, નવસારી ૪.૦૨ ઇંચ, વાંસદા ૩.૪૩ ઇંચ.

  સુરત જિલ્લો: પલસાણા ૬.૨૬ ઇંચ, મહુવા ૫.૩૧ ઇંચ, બારડોલી ૫.૧૬ ઇંચ, અંબિકા ૪.૭૨ ઇંચ, કામરેજ ૨.૧૩ ઇંચ, ઉમરપાડા ૨.૦૯ ઇંચ, સુરત સિટી ૧.૭૭ ઇંચ, ચોર્યાસી ૧.૪૬ ઇંચ, માંડવી ૦.૯૪ ઇંચ, અરેઠ ૦.૮૭ ઇંચ, માંગરોળ ૦.૩૧ ઇંચ, ઓલપાડ ૦.૨૪ ઇંચ.

  તાપી જિલ્લો: વાલોડ ૪.૬૧ ઇંચ, વ્યારા ૪.૩૩ ઇંચ, ઉકાઈ ૩.૪૬ ઇંચ, સોનગઢ ૩.૧૧ ઇંચ, ડોલવણ ૩.૧૧ ઇંચ, નિઝર ૧.૧૦ ઇંચ, ઉચ્છલ ૧.૧૦ ઇંચ, કુકરમુંડા ૦.૯૪ ઇંચ.

  મહીસાગર જિલ્લો: કોઠંબા ૩.૬૬ ઇંચ, કડાણા ૨.૬૦ ઇંચ, લુણાવાડા ૨.૧૭ ઇંચ, વીરપુર ૧.૪૬ ઇંચ, બાલાસિનોર ૦.૫૫ ઇંચ, સંતરામપુર ૦.૪૭ ઇંચ, ગોધર ૦.૩૯ ઇંચ, ખાનપુર ૦.૨૪ ઇંચ.

  ડાંગ જિલ્લો: વાઘઈ ૨.૬૦ ઇંચ, ધ ડાંગ્સ ૧.૯૭ ઇંચ, સુબીર ૧.૬૫ ઇંચ.

  ભરૂચ જિલ્લો: ઝઘડિયા ૨.૦૫ ઇંચ, વાગરા ૦.૩૯ ઇંચ, વાલિયા ૦.૩૯ ઇંચ, આમોદ ૦.૧૬ ઇંચ, નેત્રંગ ૦.૧૬ ઇંચ, જંબુસર ૦.૧૬ ઇંચ, ભરૂચ ૦.૦૮ ઇંચ, અંકલેશ્વર ૦.૦૮ ઇંચ, હાંસોટ ૦.૦૪ ઇંચ.

  પંચમહાલ જિલ્લો: શેહરા ૨.૦૧ ઇંચ, ગોધરા ૦.૭૧ ઇંચ, મોરવા (હડફ) ૦.૪૭ ઇંચ, હાલોલ ૦.૪૭ ઇંચ.

  મોરબી જિલ્લો: મોરબી ૧.૬૯ ઇંચ.

  નર્મદા જિલ્લો: ચીકડા ૧.૨૨ ઇંચ, નાંદોદ ૧.૦૬ ઇંચ, સાગબારા ૦.૯૧ ઇંચ, દેડિયાપાડા ૦.૧૬ ઇંચ, ગરૂડેશ્વર ૦.૧૨ ઇંચ.

  જામનગર જિલ્લો: જામજોધપુર ૦.૯૮ ઇંચ, જોડિયા ૦.૧૬ ઇંચ.

  જૂનાગઢ જિલ્લો: મેંદરડા ૦.૯૮ ઇંચ, વિસાવદર ૦.૮૩ ઇંચ, જૂનાગઢ ૦.૮૩ ઇંચ, જૂનાગઢ સિટી ૦.૮૩ ઇંચ, ભેસાણ ૦.૫૧ ઇંચ, વંથલી ૦.૩૯ ઇંચ, કેશોદ ૦.૨૪ ઇંચ, માળિયા હાટીના ૦.૨૪ ઇંચ, માણાવદર ૦.૨૦ ઇંચ.

  દાહોદ જિલ્લો: દોહાદ ૦.૯૮ ઇંચ, લીમખેડા ૦.૮૭ ઇંચ, ફતેપુરા ૦.૭૯ ઇંચ, દેવગઢબારિયા ૦.૬૩ ઇંચ, સિંગવડ ૦.૩૧ ઇંચ, સુખસર ૦.૨૮ ઇંચ, ધાનપુર ૦.૨૦ ઇંચ, ગરબાડા ૦.૧૨ ઇંચ, ગોવિંદ ગુરુ લીમડી ૦.૦૪ ઇંચ, ઝાલોદ ૦.૦૪ ઇંચ.

  રાજકોટ જિલ્લો: કોટડા સાંગાણી ૦.૭૧ ઇંચ, ઉપલેટા ૦.૧૬ ઇંચ, ધોરાજી ૦.૦૮ ઇંચ, જસદણ ૦.૦૪ ઇંચ, જેતપુર ૦.૦૪ ઇંચ.

  કચ્છ જિલ્લો: મુન્દ્રા ૦.૫૫ ઇંચ, માંડવી (કચ્છ) ૦.૩૫ ઇંચ, અબડાસા ૦.૦૪ ઇંચ.

  સાબરકાંઠા જિલ્લો: વિજયનગર ૦.૪૩ ઇંચ, પોશીના ૦.૨૦ ઇંચ, હિંમતનગર ૦.૦૮ ઇંચ, તલોદ ૦.૦૪ ઇંચ.

  અમરેલી જિલ્લો: બગસરા ૦.૩૯ ઇંચ, રાજુલા ૦.૨૦ ઇંચ, લીલિયા ૦.૧૬ ઇંચ, જાફરાબાદ ૦.૧૬ ઇંચ, કુંકાવાવ વડિયા ૦.૧૬ ઇંચ, બાબરા ૦.૧૨ ઇંચ, અમરેલી ૦.૧૨ ઇંચ, ધારી ૦.૦૪ ઇંચ.

  ગીર સોમનાથ જિલ્લો: પાટણ-વેરાવળ ૦.૩૫ ઇંચ, તાલાલા ૦.૩૫ ઇંચ, ઉના ૦.૨૦ ઇંચ, સુત્રાપાડા ૦.૧૬ ઇંચ, કોડીનાર ૦.૧૨ ઇંચ, ગીર ગઢડા ૦.૦૮ ઇંચ.

  પોરબંદર જિલ્લો: કુતિયાણા ૦.૩૧ ઇંચ, રાણાવાવ ૦.૨૮ ઇંચ, પોરબંદર ૦.૨૦ ઇંચ.

  ભાવનગર જિલ્લો: ઘોઘા ૦.૩૧ ઇંચ, મહુવા (ભાવનગર) ૦.૨૪ ઇંચ, ભાવનગર ૦.૧૬ ઇંચ, તળાજા ૦.૧૨ ઇંચ, પાલિતણા ૦.૦૮ ઇંચ, ગારિયાધાર ૦.૦૪ ઇંચ, જેસર ૦.૦૪ ઇંચ, સિહોર ૦.૦૪ ઇંચ.

  અરવલ્લી જિલ્લો: શામળાજી ૦.૨૪ ઇંચ, ભિલોડા ૦.૨૦ ઇંચ, મોડાસા ૦.૧૬ ઇંચ, બાયડ ૦.૧૬ ઇંચ, ધનસુરા ૦.૧૨ ઇંચ, સાઠંબા ૦.૦૮ ઇંચ.

  અમદાવાદ જિલ્લો: ધોલેરા ૦.૨૦ ઇંચ, દસક્રોઈ ૦.૧૨ ઇંચ, ધંધૂકા ૦.૦૮ ઇંચ.

  ખેડા જિલ્લો: ગલતેશ્વર ૦.૨૦ ઇંચ, કપડવંજ ૦.૧૨ ઇંચ, મહેમદાવાદ ૦.૧૨ ઇંચ, ફાગવેલ ૦.૧૨ ઇંચ, ખેડા ૦.૦૮ ઇંચ, ઠાસરા ૦.૦૮ ઇંચ, માતર ૦.૦૪ ઇંચ.

  દેવભૂમિ દ્વારકા જિલ્લો: ભાણવડ ૦.૨૦ ઇંચ, ખંભાળિયા ૦.૦૪ ઇંચ, કલ્યાણપુર ૦.૦૪ ઇંચ.

  છોટાઉદેપુર જિલ્લો: સંખેડા ૦.૧૨ ઇંચ, છોટાઉદેપુર ૦.૦૮ ઇંચ, નસવાડી ૦.૦૪ ઇંચ, બોડેલી ૦.૦૪ ઇંચ.

  ગાંધીનગર જિલ્લો: દહેગામ ૦.૦૮ ઇંચ.

  આણંદ જિલ્લો: આંકલાવ ૦.૦૮ ઇંચ, ઉમરેઠ ૦.૦૪ ઇંચ.

  વડોદરા જિલ્લો: શિનોર ૦.૩૫ ઇંચ.

  વાવ-થરાદ જિલ્લો: સુઈગામ ૦.૦૮ ઇંચ.

  બનાસકાંઠા જિલ્લો: પાલનપુર ૦.૦૪ ઇંચ, હડદ ૦.૦૪ ઇંચ.

(11:02 PM IST)