<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

ગુજરાતના ૩૩ જિલ્લાના ૧૬૫ તાલુકામાં આજે સવારે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં ધીંગી મેઘમહેર : વલસાડના કપરાડામાં સૌથી વધુ ૧૦.૭૫ ઇંચ વરસાદ નોંધાયો : જુઓ જિલ્લાવાર સંપૂર્ણ લિસ્ટ

સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ-૧૦ તાલુકાઓમાં કપરાડા ૧૦.૭૫ ઇંચ, નાનાપોંઢા ૭.૨૪ ઇંચ, વાંસદા ૫.૫૧ ઇંચ, પારડી ૫.૦૮ ઇંચ, વાપી ૫.૦૪ ઇંચ, ચીખલી ૪.૮૮ ઇંચ, બારડોલી ૪.૧૭ ઇંચ, સુરત સીટી ૪.૦૯ ઇંચ, વઘઈ ૪.૦૯ ઇંચ અને પલસાણામાં ૩.૬૬ ઇંચ નોંધાયો

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા અનુસાર, રાજ્યમાં ૨૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધીના ૧૮ કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના કુલ ૧૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લામાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી હતી.

સવારે ૬થી રાત્રે ૧૨ વાગ્યા સુધીના ૧૮ કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા મુખ્ય ૧૦ તાલુકાઓ નીચે મુજબ છે:

૧. *કપરાડા (વલસાડ):* ૧૦.૭૫ ઇંચ (૨૭૩ મિમી)
૨. *નાનાપોંઢા (વલસાડ):* ૭.૨૪ ઇંચ (૧૮૪ મિમી)
૩. *વાંસદા (નવસારી):* ૫.૫૧ ઇંચ (૧૪૦ મિમી)
૪. *પારડી (વલસાડ):* ૫.૦૮ ઇંચ (૧૨૯ મિમી)
૫. *વાપી (વલસાડ):* ૫.૦૪ ઇંચ (૧૨૮ મિમી)
૬. *ચીખલી (નવસારી):* ૪.૮૮ ઇંચ (૧૨૪ મિમી)
૭. *બારડોલી (સુરત):* ૪.૧૭ ઇંચ (૧૦૬ મિમી)
૮. *સુરત સીટી (સુરત):* ૪.૦૯ ઇંચ (૧૦૪ મિમી)
૯. *વઘઈ (ડાંગ):* ૪.૦૯ ઇંચ (૧૦૪ મિમી)
૧૦. *પલસાણા (સુરત):* ૩.૬૬ ઇંચ (૯૩ મિમી)

આ ઉપરાંત અન્ય તાલુકાઓની સ્થિતિ જોઈએ તો, નવસારીના ગણદેવીમાં ૩.૬૨ ઇંચ, ડાંગ (ધી ડાંગ્સ)માં ૩.૪૬ ઇંચ, ખેરગામમાં ૩.૩૯ ઇંચ, સુબીરમાં ૩.૩૫ ઇંચ, નવસારી તાલુકામાં ૩.૩૧ ઇંચ, ધરમપુરમાં ૩.૨૩ ઇંચ, ઉમરપાડામાં ૩.૧૯ ઇંચ અને જલાલપોરમાં ૩.૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના અંબિકામાં ૩.૦૩ ઇંચ અને મહુવામાં ૨.૯૫ ઇંચ તથા તાપીના ડોલવણમાં ૨.૯૧ ઇંચ વરસાદ પડ્યો હતો.
વલસાડ તાલુકામાં ૨.૮૭ ઇંચ, ભરૂચના હંસોટમાં ૨.૮૩ ઇંચ, સુરતના ઓલપાડમાં ૨.૮૩ ઇંચ, ચોર્યાસીમાં ૨.૭૨ ઇંચ અને કામરેજમાં ૨.૪૦ ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના ઉકાઈ, વ્યારા અને વાલોડ તાલુકામાં ૨.૦૯-૨.૦૯ ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના માંગરોળમાં ૧.૯૭ ઇંચ, ભરૂચના વાલિયામાં ૧.૮૯ ઇંચ, અરેઠમાં ૧.૭૭ ઇંચ, ઉમરગામ તથા સોનગઢમાં ૧.૬૧-૧.૬૧ ઇંચ અને વડોદરા તાલુકામાં ૧.૪૬ ઇંચ વરસાદ નોંધાયો હતો.

અંકલેશ્વરમાં ૧.૪૨ ઇંચ, માંડવીમાં ૧.૩૮ ઇંચ, ઘોઘામાં ૧.૩૦ ઇંચ, ખંભાતમાં ૧.૧૪ ઇંચ અને ભરૂચ તાલુકામાં ૧.૦૨ ઇંચ વરસાદ નોંધાયો છે. બાકીના અન્ય તાલુકાઓ જેવા કે ઉછછલ, ઝઘડિયા, સિહોર, આંકલાવ, ચીકડા, તળાજા, નેત્રંગ, હળવદ, પેટલાદ, ડેડિયાપાડા, કોટડા સાંગાણી, વાગરા, બોરસદ, કરજણ, સગબારા, વિજયનગર, ધંધૂકા, લોધિકા, રાણાવાવ, જૂનાગઢ, પદરા, માળિયા, વઢવાણ, પાલિતણા, કુકરમુંડા, ભાવનગર, ગરૂડેશ્વર, રાજકોટ, ભેસાણ, બારવાળા, બાવળા, ધાંગધ્રા, મૂળી, કાલાવડ, કુંકાવાવ વડીયા, કઠલાલ, ગીર ગઢડા, સાયલા, વંથલી, બગસરા, રાજુલા, નાંદોદ, ઉપલેટા, વિસાવદર, મેંદરડા, ફતેપુરા, શિનોર, ચુડા, વલ્લભીપુર, લીમખેડા, જંબૂસર, મોરબી, બોટાદ, બાયડ સહિતના વિસ્તારોમાં ૧ ઇંચથી ઓછો ઝાપટાથી લઈને હળવો વરસાદ પડ્યો છે.

(12:34 AM IST)