<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

અમદાવાદ ગ્રામ્યમાં તમાકુ મુક્ત યુવા અભિયાન 4.0 અને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા પહેલને વેગ

ચાલો, સાથે મળીને તમાકુ મુક્ત યુવા પેઢી અને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણમાં સહભાગી બનીએ.

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ તાલુકા સહિત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તમાકુ મુક્ત યુવા અભિયાન 4.0 (Tobacco Free Youth Campaign 4.0) અને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા (Tobacco Free Educational Institute – TOFEI) અંતર્ગત વિવિધ જાગૃતિ અને જનભાગીદારીલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા તમાકુ મુક્ત સમાજના નિર્માણ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીના જણાવ્યા મુજબ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સામાન્ય નાગરિકોમાં તમાકુના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને તમાકુ મુક્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
તમાકુ મુક્ત યુવા અભિયાન 4.0 અંતર્ગત યુવાનોમાં તમાકુના સેવન સામે જાગૃતિ કેળવવા, તમાકુના દુષ્પરિણામો અંગે સમજણ વિકસાવવા અને તમાકુ મુક્ત સમાજના નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જ્યારે તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા (TOFEI) અંતર્ગત શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ મુક્ત બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓમાં તમાકુ વિરોધી જાગૃતિ, તમાકુ મુક્ત પરિસરનું નિર્માણ તથા વિદ્યાર્થીઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
અમદાવાદ ગ્રામ્યમાં આ અભિયાનના અસરકારક અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા અન્ય હિતધારકો દ્વારા સહિયારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સંબંધિત વિભાગો દ્વારા તમાકુ મુક્ત યુવા પેઢી અને તમાકુ મુક્ત શૈક્ષણિક વાતાવરણના નિર્માણ માટે સતત જાગૃતિ અને જનભાગીદારી વધારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.
ચાલો, સાથે મળીને તમાકુ મુક્ત યુવા પેઢી અને તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓના નિર્માણમાં સહભાગી બનીએ

(6:09 PM IST)