<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

મહુવા-બાંદ્રા અને મહુવા-સુરત એક્સપ્રેસ સહિતની ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો

ટ્રેનોના સમયમાં કરવામાં આવેલો ફેરફાર 23 અને 24 મે, 2026થી અમલમાં આવશે.

ભાવનગર :યાત્રિયોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ રેલવે સંચાલનને વધુ સુગમ, વ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી સંચાલિત થતી અનેક મહત્વપૂર્ણ મુસાફર ટ્રેનોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહુવા-બાંદ્રા અને મહુવા-સુરત એક્સપ્રેસ સહિતની ટ્રેનોના સમયમાં કરવામાં આવેલો ફેરફાર 23 અને 24 મે, 2026થી અમલમાં આવશે.

આ ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર

  1. ટ્રેન નં. 22990 મહુવા–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર 23 મે, 2026થી અમલમાં આવશે. ટ્રેન મહુવાથી હાલના નિર્ધારિત સમય સાંજે 5.55 કલાકના બદલે 5.30 કલાકે પ્રસ્થાન કરશે. એટલે કે, આ ટ્રેન મહુવાથી 25 મિનિટ વહેલી રવાના થશે. ઉપરાંત રાજુલા જંક્શન, સાવરકુંડલા અને લીલીયા મોટા સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  2. ટ્રેન નં. 19256 મહુવા–સુરત એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર 24 મે, 2026થી અમલમાં આવશે. ટ્રેન મહુવાથી હાલના નિર્ધારિત સમય સાંજે 5.55 કલાકના બદલે 5.30 કલાકે પ્રસ્થાન કરશે. એટલે કે, આ ટ્રેન પણ મહુવાથી 25 મિનિટ વહેલી રવાના થશે. રાજુલા જંક્શન, સાવરકુંડલા, લીલીયા મોટા અને દામનગર સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના સ્ટેશનોના સમય યથાવત્ રહેશે.
  3. ટ્રેન નં. 20966 ભાવનગર ટર્મિનસ–સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર 23 મે, 2026થી અમલમાં આવશે. ભાવનગર ટર્મિનસથી ધોળા સ્ટેશન સુધીના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બોટાદ સ્ટેશનથી ટ્રેન હાલના નિર્ધારિત સમય 7.25 કલાકના બદલે 7.39 કલાકે પ્રસ્થાન કરશે. પરિણામે આગળના સ્ટેશનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
  4. ટ્રેન નં. 09215/09216 ભાવનગર–ગાંધીગ્રામ–ભાવનગર TOD સ્પેશિયલ ટ્રેનોના સમયમાં ફેરફાર 23 મે, 2026થી અમલમાં આવશે. ટ્રેન નં. 09215 ગાંધીગ્રામ–ભાવનગર TOD સ્પેશિયલના ધંધુકા, બોટાદ અને ધોળા સ્ટેશનોના સમયમાં નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન ગાંધીગ્રામથી પોતાના નિર્ધારિત સમયે જ પ્રસ્થાન કરશે અને ભાવનગર ટર્મિનસ પર હાલના નિર્ધારિત સમય મુજબ જ પહોંચશે.

ટ્રેન નં. 09216 ભાવનગર–ગાંધીગ્રામ TOD સ્પેશિયલના પ્રારંભિક પ્રસ્થાન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સિહોર સ્ટેશનથી પ્રસ્થાન સમયમાં નાનો ફેરફાર કરવામાં આવતા આગળના સ્ટેશનોના સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

 

(5:13 PM IST)