<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

બગોદરા-વટામણ માર્ગે કાળનો કહેર: અરણેજ નજીક આઇસર અને બાઇકની ભીષણ ટક્કરમાં વડોદરા જતા બે યુવકોના ઘટનાસ્થળે કરુણ મોત

બંને યુવકો બાઇક લઈને વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે અરણેજ નજીક આઇસર ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ

અમદાવાદ:અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામ નજીક બગોદરા-વટામણ માર્ગ પર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોનાં મોત નીપજ્યાં છે.

પ્રાથમિક વિગતો મુજબ બંને યુવકો બાઇક લઈને વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે અરણેજ નજીક આઇસર ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવની જાણ થતાં તાત્કાલિક સારવાર સેવા અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્મત ચોક્કસ કયા સંજોગોમાં થયો, બંને વાહનોની ગતિ કેટલી હતી તથા અકસ્માતમાં જવાબદારી કોની બને છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રારંભિક અહેવાલ સમયે મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર થઈ નહોતી. તેમના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

 

(11:22 PM IST)