<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

ધર્મશાલા ખાતે તિબેટીયન સાંસ્‍કૃતિક મહોત્‍સવ યોજાયો : મૃણાલીની ઠાકરે અને ફાલ્‍ગુની શાહે મુલાકાત લીધી

રાજકોટ : ભારત તિબ્‍બત સંઘની યાદી મુજબ ગુજરાતના મહિલા વિભાગના પ્રમુખ ડૉ. મૃણાલીની ઠાકરેએ ધર્મશાલામાં તિબેટીયન સાંસ્‍કૃતિક મહોત્‍સવની મુલાકાત લીધી હતી. મધ્‍ય તિબેટીયન વહીવટીતંત્રના માહિતી અને આંતરરાષ્‍ટ્રીય સંબંધી વિભાગના શ્રી રિચેન ચોએર્સ્‍ટો દ્વારા તેમનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ડૉ. મૃણાલીની ઠાકરે વિવિધ સ્‍ટોલ અને પ્રદર્શન / માહિતી બુથની મુલાકાત લીધી હતી. જેમાં તિબેટીયન કલા, સાહિત્‍ય અને સંસ્‍કૃતિ દર્શાવવામાં આવી હતી. સાંજે તેમણે સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને દસ્‍તાવેજી ફિલ્‍મ ‘‘ધ ગ્રેટ ૧૪મા : દલાઇ લામા ઇન હિઝ ઓન વર્ડસ''ની વિશેષ સ્‍ક્રીનીંગમાં હાજરી આપી હતની. તેમણે કહ્યું કે, પ્રદર્શનમાં સમૃદ્ધ તિબેટીયન આતિથ્‍ય અને સંસ્‍કૃતિ જોઇને હું ખૂબજ પ્રભાવિત થઇ છું. તિબેટીયન સાંસ્‍કૃતિક મહોત્‍સવ તિબેટી પરંપરાઓને વ્‍યાપક સમુદાય સાથે શેર કરવા અને સેન્‍ટ્રલ તિબેટીયન એડમિનિસ્‍ટ્રેશનના કાર્યને પ્રકાશિત કરવા માટે એક મહત્‍વપૂર્ણ પ્‍લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ કાર્યક્રમમાં અમદાવાદના ફાલ્‍ગુની શાહ પણ જોડાયા હતા.

(12:00 PM IST)