<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

વડોદરાના કરજણની રણાપુર નદીમાં ન્હાવા પડેલા મિત્રોમાંથી ત્રણ યુવકો ડૂબ્યા:સ્થાનિકોએ એક યુવકને બચાવી લીધો :બે યુવકોની શોધખોળ

કરજણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી: લાપતા બંને યુવકોને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું .

વડોદરાના કરજણ તાલુકાના રણાપુર પાસે નર્મદા નદીમાં આજે દુઃખદ ઘટના સામે આવી છે. નદીમાં નહાવા પડેલા મિત્રોના ગ્રુપમાંથી ત્રણ યુવકો ડૂબી જતાં ભારે ચકચાર મચી ગઈ છે.ઘટનાની વિગતો મુજબ, મિત્રોનું એક ગ્રુપ નદીમાં નહાવા માટે આવ્યું હતું, તે દરમિયાન ત્રણ યુવકો પાણીના ઊંડાણ અને પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બૂમાબૂમ થતા સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે નદી કિનારે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ એક યુવકને નદીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. હજુ પણ બે યુવકો નદીમાં લાપતા છે. બનાવની જાણ થતા જ કરજણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લાપતા બંને યુવકોને શોધવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે.

(9:37 PM IST)