તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 20th April 2026
પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં એક સાથે ત્રણ વાહનોમાં અચાનક આગ ભભુકતા અફરાતફરી
ભરચક બજારમાં પાર્ક કરેલા ત્રણ વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ

પાલનપુરના હાર્દ સમાન દિલ્હીગેટ વિસ્તારમાં આજે આગની એક મોટી ઘટના સામે આવી છે. ધોળા દિવસે ભરચક બજારમાં પાર્ક કરેલા ત્રણ વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
મળતી માહિતી મુજબ, પાલનપુરના દિલ્હીગેટ નજીક ખુલ્લામાં પાર્કિંગ કરેલી બે કાર અને એક જીપમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્રણેય વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. બજારના ભરચક વિસ્તારમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
સદનસીબે, આગ લાગી ત્યારે વાહનો પાર્કિંગમાં હતા અને અંદર કોઈ વ્યક્તિ સવાર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતા જ પાલનપુર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ત્રણેય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
