<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

વડોદરામાં ત્રણ કિ.મી.નાં અંતરે એક જ દિવસમાં ત્રણ જુદા જુદા સ્થળેથી ત્રણ મૃતદેહ મળતાં ચકચાર

એક મૃતદેહ કપુરાઇ અને બે મૃતદેહ મકરપુરા પોલીસની હદમાં મળ્યાં: ત્રણેય મૃતદેહો વચ્ચે કોઇ કડી છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી

વડોદરામાં ત્રણ કિ.મી.નાં અંતરે ત્રણ મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. એક જ દિવસમાં ત્રણ જુદા જુદા સ્થળેથી મૃતદેહ મળ્યાં છે. ઘાઘરેટીયા અને દંતેશ્વર બાદ કપુરાઇ બ્રિજ નીચેથી પણ વધુ એક મૃતદેહ મળ્યો. બિનવારસી હાલતમાં મળેલાં ત્રણેય મૃતદેહોની ઓળખ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એક મૃતદેહ કપુરાઇ અને બે મૃતદેહ મકરપુરા પોલીસની હદમાં મળ્યાં છે. ત્રણેય મૃતદેહો વચ્ચે કોઇ કડી છે કે નહીં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:38 PM IST)