News of Thursday, 3rd September 2026
જુનવદ ગામની સીમમાં GEBના ટી.સી.ને ચોરી કરવાના ઇરાદે નુકશાન કરતા ત્રણ વિરુદ્ધ ફરીયાદ
લાંબા સમય બાદ આ ગેંગ પકડાઈ ત્યારબાદ ઘણા મહિનાઓ સુધી ચોરી ની ઘટના બની નહીં હતી પરંતુ જાણે આ ગેંગ ફરી સક્રિય થયાનું અનુમાન

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના જુનાવદ ગામની સીમ માંથી વીજ કંપનીનું ટીસી ચોરવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ત્રણ સામે ગુનો નોંધાયો છે.
દિનેશભાઈ લાલજીભાઈ તડવી, રહે.જુનવદ,ટેકરા ફળીયું તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના.માલીકીના ખેતરમાંથી (૧) વિશાલભાઈ અમ્રતભાઈ તડવી તથા (૨) મેહુલભાઈ ઉર્ફે નાનુ અમરસિંગભાઈ તડવી તથા (૩) કમલેશભાઈ ઉર્ફે ટીકો સંજયભાઈ તડવી તમામ રહે.જુનવદ તા.ગરૂડેશ્વર જી.નર્મદા નાઓ એ સાથે મળીને GEBના ટી.સી. ને ચોરી કરવાના ઈરાદે નીચે પાડીને તેના નટ બોલ્ટ ખોલીને નુકશાન કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તપાસ પીએસઆઈ એ.આર. ઠુમ્મર મેડમ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળ માં તિલકવાડા તાલુકાના અલગ અલગ ગામો ની સીમ માંથી વારંવાર ટીસી માંથી કોપર વાયર ની ચોરી ની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી જેમા લાંબા સમય સુધી ચોરો પોલીસ ને હાથતાળી આપતા રહ્યા અને લાંબા સમય બાદ આ ગેંગ પકડાઈ ત્યારબાદ ઘણા મહિનાઓ સુધી ચોરી ની ઘટના બની નહીં હતી પરંતુ જાણે આ ગેંગ ફરી સક્રિય થઈ તેમ લાગી રહ્યું છે
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
