તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
કારેલી ગામે જમીનની વારસાઈ બાબતે બોલાચાલી થતા જમાઈ ઉપર ત્રણ વ્યક્તિઓનો હુમલો, જમાઈ ઈજાગ્રસ્ત
માથાના ડાબી આંખની ઉપરની બાજુએ નીચે જમીન પર પડેલ પથ્થર લઈને મારી ઇજા

( ભરત શાહ દ્વારા )નર્મદા; નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામમાં ગામના જમાઈ ઉપર ત્રણ વ્યક્તિઓએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર ઇજા પામનાર દિલીપભાઈ પ્રભુદાસભાઈ પ્રજાપતિ (ઉ.વ.આ.૪૨ )ધંધો. વાયરમેન (હાલ રહે. કારેલી મેળા ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા મુળ રહે જલાલપુરા ટેકરાવાળુ ફળીયુ તા.પાદરા જી.વડોદરા) નાઓએ આપેલી ફરીયાદ મુજબ નાઓ પોતાના ખેતરે લિમડાના ઝાડ નિચે બેસેલ હોય તે વખતે પધ્મકાંતભાઈ રણછોડભાઈ તડવી નાઓએ ફરી.ને માથાના ડાબી આંખની ઉપરની બાજુએ નીચે જમીન પર પડેલ પથ્થર લઈને મારી ઇજા પહોંચાડી તથા કંચનબેન પધ્મકાંતભાઈ રણછોડભાઈ તડવી નાઓએ ફરી. સાથે ગાળાગાળી કરી તથા અર્જુનભાઈ રણછોડભાઈ તડવી ત્રણેય રહે.કારેલી પટેલ ફળીયું તા.ગરૂડેશ્વર જિ.નર્મદા એ ફરી.ને શરીરે ઢીકાપાટુનો માર મારી ત્રણેય જણા જતા જતા આજે તો તો તુ બચી ગયો છે અને હવે પછી અમોને મળીશ તો અમો તમોને જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી ગુનો કર્યો હતો. ઈજાગ્રસ્ત ફરિયાદી કારેલી ગામે તેમની સાસરીમાં આવ્યા હતા ત્યારે આ ઘટના બની, જોકે આ આખી માથાકૂટ જમીન ની વારસાઈ બાબતે થઈ હોય ગરૂડેશ્વર પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
