<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ સુનિતા અગ્રવાલ સહિત ત્રણ

જજોની સુપ્રિમ કોર્ટના જજ તરીકે કોલેજીયમની ભલામણ દિલ્‍હી હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ દેવેન્‍દ્રકુમાર ઉપાધ્‍યાય અને તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ અપ્રેશસિંહ પણ સુપ્રિમ કોર્ટમાં જજ બનશે

અમદાવાદ, તા., ર૯: સુપ્રિમ કોર્ટની કોલેજીયમ દ્વારા એક મહત્‍વના નિર્ણયના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ સુનિતા અગ્રવાલને સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિયુકત કરવા માટેની ભલામણ કરવામાં આવી છે. જેને પગલે વધુ એક મહિલા જજ સુપ્રિમ કોર્ટમાં પહોંચે તેવી શકયતા છે. જો કેન્‍દ્ર સરકાર દ્વારા ચીફ જસ્‍ટીસ સુનિતા અગ્રવાલને સુપ્રિમ કોર્ટના જસ્‍ટીસ તરીકે નિયુકત  કરતું જાહેરનામું જારી કરાશે તો સુપ્રિમ કોર્ટમાં કુલ ત્રણ મહિલા જજ થશે.

હાલ મહિલા જજ બી.વી.નાગરત્‍ના અને વી.મોહના સુપ્રિમ કોર્ટના જસ્‍ટીસ તરીકેનું પ્રતિષ્‍ઠાભર્યુ બહુમાન ધરાવે છે. સુપ્રિમ કોર્ટની કોલેજીયમ દ્વારા આ સિવાય દિલ્‍હી હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ દેવેન્‍દ્રકુમાર ઉપાધ્‍યાય અને તેલંગાણા હાઇકોર્ટના ચીફ જસ્‍ટીસ અપ્રેશસિંહને પણ સુપ્રિમ કોર્ટ જજ તરીકે નિમણુંક આપવા અંગેની ભલામણ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે શ્રી સુનિતા અગ્રવાલનો જન્‍મ ૩૦ એપ્રિલ ૧૯૯૬ના રોજ થયો હતો. તેમણે ૧૯૮૬માં લખનૌ યુનિવર્સિટીમાંથી બીએસસીની ડીગ્રી મેળવી હતી અને ત્‍યાર બાદ અવધ યુનિવર્સિટીમાંથી કાયદાની સ્‍નાતક (એલએલબી)ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૬ ડિસેમ્‍બર ૧૯૯૦ ના રોજ ઉત્તરપ્રદેશ બાર એસોસીએશનમાં એડવોકેટ તરીકે નોંધણી બાદ તેમણે અલ્‍હાબાદ હાઇકોર્ટમાં દિવાની, રીટ, સેવા વિષયક બાબતો, જમીન સંપાદન, મૂળ અધિકાર ક્ષેત્ર, કોમર્શીયલ વિવાદના કેસોને લગતી પ્રેકટીસ કરી હતી. ર૧ નવેમ્‍બર ૨૦૧૧ ના રોજ તેમની અલ્‍હાબાદ હાઇકોર્ટના એડીશનલ જજ તરીકે નિમણુંક થઇ હતી. બાદમાં તેઓ ૬ ઓગસ્‍ટ ૨૦૧૩ ના રોજ કાયમી જજ તરીકે નિયુકતી પામ્‍યા હતા. અલાહાબાદ હાઇકોર્ટમાં ૧૨ વર્ષ સુધી ન્‍યાયાધીશ તરીકે સેવા આપ્‍યા બાદ, જસ્‍ટીસ સુનિતા અગ્રવાલની ૨૩ જુલાઇ ૨૦૨૩ ના રોજ ગુજરાત  હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયમુર્તિ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

(11:27 AM IST)