<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

નર્મદા જિલ્લામાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં ત્રણ ના મોત નિપજ્યા

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લામાં ત્રણ અકસ્માતમાં ત્રણના મોત નીપજવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે

   મળતી માહિતિ અનુસાર પ્રથમ અકસ્માત  તા.૧૮/૦૪/ ૨૦૨૬ ના રાત્રીના આશરે ૨૦/૩૦ વાગ્યાના અરસામા દિનેશભાઈ કાનજીભાઈ તડવી( ઉ.વ.૫૫) ( રહે. રહે.બોરીયા હવેલી ફળીયું તા.ગરૂડેશ્વર જી.નર્મદા ) નાઓ પોતે પોતાના કબ્જાની હિરો કંપનીની મો.સા નંડા-22-D-9406 પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ગોપાલપુરા બસ સ્ટેશનની થોડા આગળ કેવડીયા તરફ જતા રોડ ઉપર ભૂંડ સાથે પોતાની મો.સા સામેથી અથાડી એક્સીડન્ટ કરી પોતાના શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ તેમજ શરીરે ઓછી વત્તી ઈજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવી ગુનો કર્યો હતો.

જ્યારે બીજી ઘટના મા મરનાર જસુભાઇ જયંતીભાઈ તડવી( ઉ.૦૩૫) નાઓ બાબુભાઇ લક્ષ્મણભાઇ તડવી સાથે એક્ટીવા નં GF-22-AA-5406 ની લઇને હરીપુરા ગામે તેમના બહેનને મળવા સારૂ જવા નીકળેલા અને સાડા અગ્યારેક વાગ્યાના અરસામાં કાટકોઇ ગામમાં જવાના કટ પર વળાંક લેતા દેવલીયા તરફથી આવતી ફોર વ્હીલ બોલેરો ગાડી નં GJ-06-L.B-6651 ના ચાલકે તેમની કોર વ્હીલ બોલેરો ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક્ટીવા નં GJ-22-AA-5406 ની સાથે અથાડી દેતા એક્ટીવા ચાલક તથા પાછળ બેઠેલ સાહેદને રોડ ઉપર પાડી દઇ બોલેરો ગાડી સ્થળ પર મુકી નાસી ગયેલ અને એક્ટીવા ચાલક જશુભાઈ જયંતીભાઈ તડવી નાઓને શરીરે હાથે-પગે તેમજ છાતીના ભાગે ગંભીર પ્રકારની ઇજા કરી તથા પાછળ બેઠેલ બાબુભાઇ લક્ષમણભાઇ તડવી નાઓને પણ ડાબા હાથે કોણીથી ઉપરના ભાગે તેમજ ડાબા પગે ઘુંટણથી નીચેના ભાગે ઈજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સમા ગરૂડેશ્વર સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જતા ફરજ પરના ડોક્ટરે જસુભાઇ જયંતીભાઇ તડવીને તપાસ કરતા મરણ ગયેલાનું જાહેર કરેલ તથા સાહેદ બાબુભાઇ લક્ષ્મણભાઇ તડવીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સિવિલ હોસ્પીટલ રાજપીપલા ખાતે રીફર કર્યા હતા.
જ્યારે ત્રીજી ઘટના મા મો.સા.નં.GJ.13-22-N-9344 ના ચાલકે પોતાના કબ્જામાંની મો.સા. પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી આવતી મો.સા.નં.MH-19-AS-7814 ને અથાડી મો.સા.નં. MH-39.AS-7814 ના ચાલક ઇશ્વરભાઈ ચંદુભાઈ પાડવી નાઓને જમણી આંખના ભાગે કપાળ ઉપર ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી તેમજ મો.સા.ની પાછળ બેસેલ મિથુનભાઈ રાયસીંગભાઇ પાડવી તથા દેવરાજભાઇ ઇન્દ્રસીંગ પાડવી નાઓને નાની મોટી ઇજાઓ પહોંચાડી ગુનો કરતા ત્રણેય ઘટના મા પોલીસે ગુનો દાખલ કર્યો છે

(12:50 AM IST)