તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
ત્રણ દિવસનું વિધાનસભા સત્ર આજથી ધમધમશેઃ વેપાર સરળતા, ભાડા, જમીન અને પશુઆહાર સહિત સાત વિધેયકો તૈયાર

ગાંધીનગર, તા.૯: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. નવમું સત્ર ૯, ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર સુધી ચાલશે. રાજ્ય સરકારે સાત વિધેયકો વિધાનસભા સચિવાલયને મોકલ્યાં છે, જે સત્ર દરમિયાન રજૂ થવાની શકયતા છે.
વેપાર કરવાની સરળતા વધારતા વિધેયક દ્વારા ગુજરાત મેડિકલ કાઉન્સિલ, અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા, જાહેર સેવા અધિકાર, દુકાન અને સંસ્થાઓ તથા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સુવિધા સંબંધિત પાંચ કાયદામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે. ભાડૂત અને મકાનમાલિકોના અધિકાર તથા જવાબદારીમાં સંતુલન લાવતું ભાડા વિધેયક પણ રજૂ થવાનું છે.
સરકારી સહાય મેળવતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શિક્ષણ કાયદાના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ છે. પશુ અને મરઘાંના આહાર તથા ખનિજ મિશ્રણની ગુણવત્તા નિયંત્રિત કરતું વિધેયક, વસ્તુ અને સેવા કર સુધારો તથા ખેતીની જમીનના લઘુતમ ટુકડાને દસ ગુંઠા નક્કી કરનાર જોગવાઈ પણ કાર્યસૂચિમાં સામેલ છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
