<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

સુરતના ભાટપોરમાંથી દૂઘાળા પશુઓ ચોરીને બારોબાર વેચી મારતા ત્રણ આરોપી ઝડપાયા

ભાટપોરમાંથી 7 લાખની કિંમતના 11 પશુની ચોરી: ઈચ્છાપોર પોલીસે ત્રણ શખ્સોને રોકડ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા: 3 લાખ રોકડા કબજે કર્યાં

સુરતના ભાટપોરમાંથી 7 લાખની કિંમતના 11 પશુની ચોરી થવા પામી છે. ઈચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાંથી પશુઓની ઉઠાંતરીની ઘટના બની છે. ખુલ્લી જગ્યામાં ચરવા મુકેલા પશુઓની ચોરી થતા ફરિયાદ કરાઈ છે. પ્રકાશ ઉર્ફે પકો અને સરતાન ઉર્ફે ભરત રબારી સામે ફરિયાદ નોંધાઈ છે. ઈચ્છાપોર પોલીસે ત્રણ શખ્સોને રોકડ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ચોરી કરેલી ભેંસો વેચી મેળવેલા 3 લાખ રોકડા કબજે કર્યાં છે. સર્વેલન્સ ટીમે ખાનગી બાતમીના આધારે ગણતરીના સમયમાં કાર્યવાહી કરી હતી  પોલીસે ભેંસ ચોરીનો ગુનો ઉકેલી ટોળકીને ઝડપી પાડી હતી . આરોપીઓ અન્ય ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તપાસ શરૂ. BNS કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે 

(6:01 PM IST)