<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

બનાસકાંઠાના અમીરગઢના વેરા ગામમાં ચૂંટણીના બહિષ્કારની ચીમકી: એક જ ગામમાં મતદાનની માંગ

સમસ્યાના ઉકેલ માટે મતદારોને એક જ ગામમાં ફાળવવાની માંગ સાથે મામલતદારને રજૂઆત

બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વેરા ગામના લોકોએ આગામી 26એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના મતદારોને બે અલગ-અલગ ગામોમાં મતદાન કરવા જવું પડતું હોવાથી ગામના વિકાસના કામો અટકી પડ્યા છે અને વહીવટી પ્રશ્નો સર્જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે મતદારોને એક જ ગામમાં ફાળવવાની માંગ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. જો વહીવટી તંત્ર દ્વારા સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આખું ગામ મતદાન પ્રક્રિયાથી અળગું રહી વિરોધ પ્રદર્શિત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

(12:00 AM IST)