તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
ગાંધીનગર કલ્ચરલ ફોરમ ખાતે દુર્ગાષ્ટમીની મહાઆરતીમાં હજારો પ્રજ્વલિત દીવાઓથી સાકાર થયું વીણાવાદિની મા સરસ્વતીનું અલૌકિક સ્વરૂપ : ત્રણ દાયકા જૂની પરંપરા જીવંત
ગરબા મેદાનમાં ખેલૈયાઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા અદ્ભુત ફોર્મેશનથી રચાયું જ્ઞાન અને સંગીતની અધિષ્ઠાત્રી દેવીનું દિવ્ય દૃશ્ય; સમગ્ર વાતાવરણ બન્યું ભક્તિમય

(અશ્વિન વ્યાસ દ્વારા), ગાંધીનગર : ગાંધીનગર કલ્ચરલ ફોરમના લોકપ્રિય ગરબા મહોત્સવમાં દુર્ગાષ્ટમીના પાવન અવસરે છેલ્લા ત્રણ દાયકાથી ચાલી આવતી ભવ્ય પરંપરા મુજબ એક વિશાળ અને આકર્ષક સમૂહ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રસંગે ગરબાના મેદાનમાં ઉપસ્થિત હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને શ્રદ્ધાળુઓએ પોતપોતાના હાથમાં પ્રજ્વલિત દીવડાઓ ધારણ કરીને એકસાથે જગદંબાની આરતી ઉતારી હતી, જેણે ઉપસ્થિત સૌ કોઈના મનને મોહી લીધું હતું.
કલ્ચરલના ગરબાની આગવી ઓળખ સમાન આ મહાઆરતી દરમિયાન મેદની દ્વારા ખૂબ જ સુનિયોજિત અને શિસ્તબદ્ધ ફોર્મેશન તૈયાર કરવામાં આવ્યું હતું. આ દિવ્ય ફોર્મેશનમાં હજારો દીવડાઓના તેજસ્વી પ્રકાશથી વિદ્યા, જ્ઞાન, કળા, સાહિત્ય અને સંગીતની અધિષ્ઠાત્રી દેવી એવા વીણાવાદિની મા સરસ્વતીનું દિવ્ય અને અલૌકિક સ્વરૂપ સાકાર કરવામાં આવ્યું હતું. હાથમાં વીણા ધારણ કરનાર મા સરસ્વતીનું આ સ્વરૂપ માનવીના જીવનમાં સાચો જ્ઞાનનો પ્રકાશ, વિવેક, સર્જનાત્મક ચેતના, સંવાદિતા અને સંસ્કારનું સિંચન કરે છે.
જ્યારે હજારો દીવાઓના સુમેળભર્યા પ્રકાશ થકી વીણાવાદિની મા સરસ્વતીનું આ સ્વરૂપ પ્રગટ થયું, ત્યારે સમગ્ર ગરબા પરિસર દિવ્ય શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ચેતનાથી ગુંજી ઉઠ્યું હતું. આ અદભુત અને હૃદયસ્પર્શી દૃશ્યને નજરે નિહાળીને કલ્ચરલના ગરબામાં હાજર રહેલા હજારો નાગરિકોએ એકસૂરે ‘અહો!’ ના ઉદ્ગાર સાથે આ અલૌકિક અનુભૂતિને વધાવી લીધી હતી. આ પળ એવી પ્રતીતિ કરાવતી હતી કે જાણે સાક્ષાત્ વીણાવાદિની મા સરસ્વતી જ ગરબાના આંગણે પધાર્યા હોય. છેલ્લાં ત્રીસ વર્ષથી અવિરતપણે જળવાતી આવી આ પરંપરાગત મહાઆરતીએ ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ભક્તિ, લોકસંસ્કૃતિ અને સામૂહિક આસ્થાના અજોડ સંગમને વધુ એકવાર ભવ્ય રીતે ઉજાગર કર્યો હતો.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
