<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

વડોદરાના નવલખી મેદાનમાં આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિયમ લાગુ

દાનની બોક્સ ઓફિસ બહાર ‘તિલક નહીં તો એન્ટ્રી નહીં’ના બોર્ડ લગાવાયા :આયોજકોના આ નિર્ણય બાદ ગરબા રમવા આવતા ખેલૈયાઓમાં પણ ચર્ચા

વડોદરાના નવલખી મેદાનમાં આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન ‘નો તિલક, નો એન્ટ્રી’નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. મેદાનની બોક્સ ઓફિસ બહાર ‘તિલક નહીં તો એન્ટ્રી નહીં’ના બોર્ડ લગાવવામાં આવ્યા છે. આયોજકોના આ નિર્ણય બાદ ગરબા રમવા આવતા ખેલૈયાઓમાં પણ ચર્ચા જોવા મળી હતી. કેટલાક ખેલૈયાઓએ આયોજકના નિર્ણયને આવકાર્યો હોવાનું સામે આવ્યું છે. નવરાત્રિ દરમિયાન મેદાનમાં પ્રવેશ માટે તિલકને લઈને આ નિયમ લાગુ કરવામાં આવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.

(6:32 PM IST)