News of Thursday, 26th November 2026
કાલે ગાંધીનગરમાં તૃતીય ચરણનો કાર્યક્રમ : ૧ કરોડ ૧૧ લાખ હસ્તાક્ષરો સાથેનું વિશાળ સ્મરણપત્ર અર્પણ કરાશે
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજજો અપાવવા તથા ગૌહત્યા બંધ કરવાની માંગ સાથે

રાજકોટ તા. ૨૬ : ભારતમાં ગો હત્યા પર પૂર્ણતઃ પ્રતિબંધ થાય અને ગો માતાને રાષ્ટ્રમાતા, રાષ્ટ્ર દેવ અથવા રાષ્ટ્ર સ્તરીય સમ્માનિત પદ પ્રદાન થાય તેમજ પંચગવ્ય ઉત્પાદનોનું ગૌસેવા માટે કેન્દ્રીય કાનૂન લાગુ થાય અને કેન્દ્રીય ગો સેવા મંત્રાલય બને તેવી માંગણી સાથે ચાલી રહેલ ગૌ સમ્માન આહવાન અભિયાનના તળતીય ચરણ અંતર્ગત ગુજરાતમાંથી ૧ કરોડ ૧૧ લાખ હસ્તાક્ષરો સાથેનું વિશાળ સ્મરણપત્ર (પ્રાર્થના પત્ર) મહામહિમ રાષ્ટ્રપતિશ્રી, પ્રધાનમંત્રીશ્રી, મહામહિમ રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને સચિવશ્રીના માધ્યમથી કાલે તા. ૨૭ના ગાંધીનગર ખાતે અર્પણ કરાશે.
કાલે સવારે ૯ થી સાંજે ૪ સુધી પર્વ મેદાન, અડાલમ ત્રિમંદિર પાસે, ગાંધીનગર ખાતે આયોજીત આ ઐતિહાસિક કાર્યક્રમમાં અંદાજિત ૧ લાખ થી વધારે સંતો, મહતો, મહાપુરુષો અને ગૌભક્તોની ઉપસ્થિતિનું લક્ષ્ય રાખવામા આવ્યુ છે. જેમાં જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ, મહામંડલેશ્વર, આચર્યો, મહંતો સંતો અને મહાપુરુષોનું વિશેષ સાનિધ્ય પ્રાપ્ત થશે.
પ્રથમ ચરણ ૨૭ એપ્રિલ ૨૦૨૬, દ્વિતીય ચરણ ૨૭ જુલાઈ ૨૦૨૬ના કાર્યક્રમો અપાયા બાદ હવે કાલે તૃતીય ચરણમાં ગાંધીનગર ખાતે ૧ કરોડ ૧૧ લાખ હસ્તાક્ષરો સાથેનું વિશાળ સ્મરણપત્ર અર્પણ કરવામાં આવશે.
આ અભિયાન કોઈ રાજકીય પક્ષ, સંસ્થા કે સંગઠનના બેનર હેઠળ નહીં, પરંતુ સંતો, મહાપુરુષો અને સમર્પિત ગૌભક્તોના સામૂહિક સહયોગથી ચાલી રહ્યું છે. આ અભિયાન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, નિઃસ્વાર્થ અને જનસહયોગ આધારિત છે. તેમાં કોઈ પ્રકારનું દાન કે ફંડ એકત્રિત કરવામાં આવતું નથી. આવતી કાલે દરેક ગૌભક્તને ગૌસન્માનના આ પવિત્ર કાર્યમાં જોડાવાનું આહવાાન કરવામાં આવેલ છે
(4:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
