તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Thursday, 26th November 2026
રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થવામાં વિલંબ થશે :કાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ નહીં થાય: આવતા સપ્તાહે પ્રસિદ્ધ થવાની શક્યતા
ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા અને ચકાસણીની કામગીરી હજુ પૂર્ણ ન થઈ હોવાથી આવતીકાલે યાદી જાહેર કરવામાં આવશે નહીં

ગાંધીનગર :રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉના આયોજન મુજબ આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હતી, પરંતુ વહીવટી કારણોસર તે મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા અને ચકાસણીની કામગીરી હજુ પૂર્ણ ન થઈ હોવાથી આવતીકાલે યાદી જાહેર કરવામાં આવશે નહીં, જેના કારણે ગ્રામ્ય રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની કામગીરી હવે આવતા 1 સપ્તાહ સુધી લંબાઈ શકે છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ 100% વાંધા અને અરજીઓના નિકાલ બાદ જ અંતિમ યાદી બહાર પાડવાનો નિર્ણય લેવાયો છે. સંભવતઃ આગામી 7 દિવસની અંદર એટલે કે આવતા સપ્તાહે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
નિયમ મુજબ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ જ ચૂંટણીની તારીખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવતી હોય છે. જો મતદાર યાદી પ્રસિદ્ધ થવામાં 1 થી 2 સપ્તાહનો વિલંબ થશે, તો તેની સીધી અસર ચૂંટણીની જાહેરાત પર પડશે. પરિણામે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થવામાં પણ વિલંબ થશે, જેનાથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
