તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
નિવૃતિની કોઇ વાત જ નથી, માત્ર ખોડલધામ ટ્રસ્ટની સંચાલનની વહેંચણીની વાત છેઃ નરેશભાઇ પટેલ

રાજકોટઃ ખોડલધામના પ્રમુખ અને સર્વેસવા નરેશભાઇ પટેલની નિવૃતિ અંગેની ચર્ચાએ જે જોર પડયું હતું તે અંગે નરેશભાઇનો સંપર્ક કરતાં તેઓએ વિસ્તૃત ખુલાસા સાથે જણાવેલ કે પ્રર્વતમાન ખોડલધામના સંચાલનની જે ટીમ છે તેના સભ્યો યોગ્ય નિર્ણયો અને સંચાલન કરવામાં સક્ષમ છે. જેથી મારી જવાબદારીનો ભાર ઓછો કરવા મારી સંસ્થાના સભ્યોને વિવિધ જવાબદારીઓ સોંપીને ખોડલધામ સંસ્થાનું કોપોરેટર ગર્વનન્સ વધુ સક્ષમ બને તેવા હેતુથી મારી જવાબદારીઓ પૈકી અમુક જવાબદારીઓ સોંપવાનું વિચારી રહ્યો છું જેથી મને થોડો સમય અને આરામ મળે અને નવા પ્રકલ્પોના કામના આયોજનમાં સમય ફાળવી શકું નિવૃતિની કોઇ વાત જ નથી મેં કોઇ પણ પ્રકારની નિવૃતિની જાહેરાત કરી નથી કે નિવૃત થવાનો પ્રશ્ન નથી. માત્ર અને માત્ર ટ્રસ્ટના સંચાલકીય સત્તાઓની વહેંચણી ટીમના સભ્યોને કરવાનું આયોજન છે. અને આવી સંચાલનકીય સત્તાઓ મારા પરિવારને સોંપવાની કોઇ પ્રશ્ન જ નથી. જેથી નિવૃતિનો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે જે અસ્થાને છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
