તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા નહિવત :હજુ પણ ખેડૂતોને સારા વરસાદ માટે રાહ જોવી પડશે.
રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા: કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે

અમદાવાદ : ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા નહિવત્ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ખેડૂતોને સારા વરસાદ માટે રાહ જોવી પડશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. હાલ કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ ન હોવાથી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા ઓછી છે.
અમદાવાદમાં પણ આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. વરસાદની અછતનો સામનો કરી રહેલા અનેક જિલ્લાઓમાં ખેડૂતો માટે ચિંતા યથાવત્ છે. આગામી દિવસોમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. હાલ ભારે વરસાદની શક્યતા ન હોવાથી ખેડૂતોને વધુ રાહ જોવી પડશે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
