News of Tuesday, 14th July 2026
રાજ્યમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતા ઓછી :અઠવાડીયા દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે
લાંબા ગાળાની સરેરાશની સરખામણીએ રાજ્યમાં કુલ વરસાદ હજુ પણ સરેરાશ કરતાં અંદાજે 25 ટકા ઓછો નોંધાયો

અમદાવાદ : હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ મજબૂત હવામાન પ્રણાલી (સિસ્ટમ) સક્રિય નથી, જેના કારણે આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.
અમદાવાદ જિલ્લામાં પણ 16 જુલાઈ સુધી સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગના આંકડા મુજબ અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી 217 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન આશરે 162 મીમી વરસાદ થવો જોઈએ હતો. જોકે લાંબા ગાળાની સરેરાશની સરખામણીએ રાજ્યમાં કુલ વરસાદ હજુ પણ સરેરાશ કરતાં અંદાજે 25 ટકા ઓછો નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
