News of Tuesday, 2nd June 2026
અમદાવાદના નરોડામાં થયેલી કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો :સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ
આરોપીઓએ વિશ્વકર્મા એસ્ટેટ સ્થિત મહાવીર એન્ટરપ્રાઇઝ ફેક્ટરીમાં ઘૂસી કોપર અને એલ્યુમિનિયમના વાયરની ચોરીને અંજામ આપ્યો હતો

અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલી કોપર અને એલ્યુમિનિયમ વાયરની ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. આ મામલે પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ વિશ્વકર્મા એસ્ટેટ સ્થિત મહાવીર એન્ટરપ્રાઇઝ ફેક્ટરીમાં ઘૂસી કોપર અને એલ્યુમિનિયમના વાયરની ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ફેક્ટરીમાંથી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપીઓ પાસેથી કોપર અને એલ્યુમિનિયમના તાર ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ગેસ કટર અને ઓક્સિજનનો બાટલો પણ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
