<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

રાજપીપલાના હરસિદ્ધિ માતાજીના મંદિરમા થયેલ ચોરીનો ભેદ ઉકલી આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા

એલ.સી.બી ની ટીમો દ્વારા અલગ-અલગ જગ્યાના સી.સી ટી.વી કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સના આધારે ચોક્કસ અને આધરભુત માહિતી મેળવી આરોપીને ઝડપી લીધો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા ખાતે આવેલા ૪૦૦ વર્ષ પુરાના ઐતિહાસિક હરસિદ્ધિ મંદિરની દાન પેટીમાંથી લગભગ 2500 રૂપિયાની ચોરી થઇ હતી અને આ ચોરી કરનાર એક યુવાન મંદિર ના સીસીટીવી મા કેદ પણ થયો હતો ત્યારબાદ પોલીસે ચોર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા અને આખરે એલસીબી એ ચોર ને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

મળતી માહિતી અનુસાર વિશાખા ડબરાલ, પોલીસ અધિક્ષક, નર્મદા ની સુચનાના પગલે પોલીસ ઇન્સપેક્ટર આર.જી ચૌધરી, એલ.સી.બી નર્મદા નાઓએ એલ.સી.બી ટીમના માણસોની અલગ અલગ ટીમો બનાવી મિલ્કત સબંધી બનેલ ગુનઓના ભેદ ઉકલવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા હરસિદ્ધિ મંદિર મા ચોરીનો ગુનો નોધાયેલ હોય આ ગુનામાં એલ.સી.બી ની ટીમો દ્વારા અલગ-અલગ જગ્યાના સી.સી ટી.વી કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સના આધારે ચોક્કસ અને આધરભુત માહિતી મેળવી રાજપીપળા સુપ્રસિધ્ધ હરસિધ્ધિ માતાજી મંદિર મા થયેલ ચોરીના ચોર રાજેશભાઈ કાલીદાસભાઈ વસાવા( રહે.નિકોલી (નવાપુરા) તા.નાદોદો જી.નર્મદા) નો હોવાનુ જણાઈ આવેલ જે આરોપીને ગણતરીના કંલાકોમાં ઝડપી પાડી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી સફળ કામગીરી કરી છે.
એલસીબી પોલીસે ચોરને પકડી હરસિદ્ધિ માતાના મંદિરે લાવી ચોરીને અંજામ કેવી રીતે આપ્યો તેનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં એકસીબી પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઈ એમ. આર.વાળા, પીએસઆઈ જે.આર.ડામોર સહીત એલસીબી ટીમ હાજર રહી હતી.

(11:27 PM IST)