News of Sunday, 15th November 2026
સાબરકાંઠાના હિંમતનગરમાં SP કચેરીની બાજુમાં આવેલા બંધ મકાનમાં ચોરી
તસ્કરો મકાનમાં ઘૂસી બે તિજોરીઓ તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા

સાબરકાંઠાના હિંમતનગરમાં SP કચેરીની બાજુમાં આવેલા બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે તસ્કરો મકાનમાં ઘૂસી બે તિજોરીઓ તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર નવા વર્ષની ઉજવણી માટે પોતાના વતન ગયો હતો, તે દરમિયાન તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ઘરના દરવાજાને તૂટેલી હાલતમાં જોઈ પાડોશીઓએ પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે FSL અને ડોગ સ્ક્વૉડની મદદથી તપાસ હાથ ધરી છે. SP કચેરીની બાજુમાં જ ચોરી થતાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થયા છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
