તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાનો કાર્યકાળ બે વર્ષ લંબાવાયો
તુષાર ધોળકિયા ડિસેમ્બર ૨૦૨૪થી આ પદ પર કાર્યરત:તેમની આગેવાની હેઠળ મંડળ પારદર્શક રીતે વર્ગ-૩ ની વિવિધ ભરતી પરીક્ષાઓનું આયોજન

અમદાવાદ : ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનનો કાર્યકાળ લંબાવાયો છે, રાજ્યના ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાનો કાર્યકાળ બે વર્ષ લંબાવાયો છે તુષાર ધોળકિયા 30 સપ્ટેમ્બરે નિવૃત થનાર હતા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) ના અધ્યક્ષ (ચેરમેન) તરીકે તુષાર ધોળકિયા (IAS) ની સેવાઓ અને તેમના નેતૃત્વ હેઠળ મંડળની કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. 2009 બેચના વરિષ્ઠ આઇએએસ (IAS) અધિકારી તુષાર એમ. ધોળકિયાએ 1 જાન્યુઆરી 2025 ના રોજ વિધિવત રીતે આ પદનો કાર્યભાર સંભાળ્યો હતો
- તેઓ ગુજરાત કેડરના 2009 બેચના સક્ષમ IAS અધિકારી છે, જેમણે અગાઉ ખોરાક અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક તરીકે લાંબો સમય સેવા આપી છે
- ફેબ્રુઆરી 2022 પછી ગૌણ સેવા પસંદગી મંડળમાં ઇન્ચાર્જ (વધારાનો હવાલો) અધ્યક્ષો દ્વારા વહીવટ ચલાવવામાં આવતો હતો, ત્યારબાદ તેઓ મંડળના નિયમિત અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા.
- તેમના નેતૃત્વ હેઠળ મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળની વર્ગ-૩ની બિન-તાંત્રિક, તાંત્રિક અને ખાતાકીય પરીક્ષાઓ વધુ પારદર્શક અને અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી આયોજિત કરવામાં આવી રહી છે
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
