<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

સુરતના રાંદેર વિસ્તારમાં ગોરાટમાં વોર્ડ નંબર 11ની ચૂંટણી પ્રચાર દરમિયાન તંગદિલી

અપક્ષ ઉમેદવારના પ્રચાર માટે ગયેલી મહિલાઓએ આરોપ મૂક્યો કે ભાજપ ઉમેદવાર અને તેમના સમર્થકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગોરાટમાં વોર્ડ નંબર 11ની ચૂંટણી પ્રચાર દરમિયાન તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. અપક્ષ ઉમેદવારના પ્રચાર માટે ગયેલી મહિલાઓએ આરોપ મૂક્યો કે ભાજપ ઉમેદવાર અને તેમના સમર્થકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેમને ધમકી આપીને ધક્કામુક્કી કરી હતી. મહિલાઓએ વધુમાં જણાવ્યું કે ભાજપ ઉમેદવારે બળજબરીથી સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ ગરમાઈ ગઈ હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને લઈને મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

 

(1:15 PM IST)