News of Wednesday, 25th November 2026
અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનનો પારો 3 ડિગ્રી વધ્યો
આગામી ત્રણ દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું છે અને લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનનો પારો 3 ડિગ્રી વધ્યો છે. હવામાનની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
જોકે, 30 નવેમ્બરથી રાજ્યમાં ફરી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હાલમાં નલિયામાં 13.8, ડિસામાં 15.7 અને વડોદરામાં 16.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 18, સુરતમાં 21.2 અને રાજકોટમાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ, પવનની દિશામાં ફેરફારના કારણે હાલ ઠંડીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ નવેમ્બરના અંતથી ફરી ઠંડી વધવાની શક્યતા છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
