તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ટેક-ડી સાયબરસિકયુરીટીએ ટેક-ડી વન-એઆઇ-નેટીવ યુનિફાઇડ સાયબર સિકયુરીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું

(કેતન ખત્રી) અમદાવાદ : રોકાણકાર વિજય કેડિયાના રોકાણવાળી કંપની ટેકડી સાયબર સિકયુરીટી લીમીટેડ, સીઇઆરટી-ઇન દ્વારા એમ્પેનલ્ડ મેનેજ્ડ સિકયોરિટી સર્વિસ પ્રોવાઇડર અને ૫૦૦થી વધુ એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને સેવા આપતી કંપનીએ તેના એઆઇ-નેટીવ યુનિફાઇડ સાયબર સિકયુરીટી પ્લેટફોર્મ TECHD ONE ના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ હવે techdefence.ai પર ઉપલબ્ધ છે.
આ લોન્ચ અંગે ટેકડી સાબર સિકયુરીટી લિમીટેડના ફાઇન્ડર અને મેનેજીંગ ડિરેકટર સન્ની વાધેલાએ એ જણાવ્યું હતું કે, વર્ષો સુધી એન્ટરપ્રાઇઝએ એવા અલગ-અલગ સાયબર સુરક્ષા ટૂલ્સ પર આધાર રાખ્યો છે. જે એકબીજા સાથે સુમેળમાં કામ કરતા નહોતા અને જેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા એઆઇ મોડેલ્સ પર તેમની સંપૂર્ણ પારદર્શિતા નહોતી. TECHD ONEએ આ તમામ સ્તરોને એક એઆઇ નેટીવ પ્લેટફોર્મમાં એકીકળત કરવાનો પ્રયાસ છે. જે ભારતીય ઉદ્યોગો અને નિયમનકારી માળખાની વધતી જતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે. અમને વિશ્વાસ છે કે આ ભારતમાંથી ઊભરતી સોવેરિન સાયબરસિકયુરીટી ઇનોવેશનની આગામી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
