તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
ટાટા પાવર રિન્યુએબલ્સનો ૧૦૦ મેગાવોટનો ‘રોજમલ વિન્ડ પ્રોજેક્ટ' ગુજરાતના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે
રાજકોટ, અમરેલી અને બોટાદમાં વિસ્તરાયેલો પ્રોજેક્ટ દર વર્ષે ૧૪૦ મિલિયન યુનિટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરશેઃ રિયલ-ટાઇમ એનાલિટિક્સ અને અદ્યતન ફોલ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સથી વીજ પુરવઠાની વિશ્વસનીયતા વધશે

રાજકોટઃ ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ (TPREL) દ્વારા ગુજરાતમાં ૧૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા ‘રોજમલ વિન્ડ પ્રોજેક્ટ'નું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં વિસ્તરાયેલો આ પ્રોજેક્ટ દેશને વધુ સ્વચ્છ અને ટકાઉ ઊર્જા ભવિષ્ય તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. જાન્યુઆરી ૨૦૧૭માં શરૂ કરાયેલા આ વિન્ડ પ્રોજેક્ટમાં ૫૦-૫૦ મેગાવોટના બે તબક્કાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ એક લાંબા ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ GETCO નેટવર્ક મારફતે માત્ર ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ને જ રિન્યુએબલ એનર્જી પૂરી પાડે છે.
આ વિશાળ વિન્ડ ફાર્મમાં ૨ મેગાવોટની ક્ષમતા ધરાવતા એવા કુલ ૫૦ વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (WTGs) સ્થાપિત કરવામાં આવ્યા છે, જે ૮૦ મીટરની હબ ઊંચાઈ પર કાર્યરત છે. રોજમલ વિન્ડ પ્રોજેક્ટ દ્વારા દર વર્ષે ૧૪૦ મિલિયન યુનિટ (MUs) ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ગ્રીન એનર્જીના ઉત્પાદનને કારણે દર વર્ષે અંદાજે ૧,૧૪,૮૦૦ ટન જેટલા ભારે-ખમ ઘ્બ્૨ (કાર્બન ડાયોક્સાઇડ) ઉત્સર્જનમાં ઘટાડો નોંધાશે, જે પર્યાવરણના સંતુલન માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે.
ઓપરેશનલ એક્સલન્સ અને નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીએ આ સાઇટ પર આરડી ૯૩/૧૦૦ મોડેલના વિન્ડ ટર્બાઇન જનરેટર માટે ઉદ્યોગમાં પ્રથમ વખત સફળતાપૂર્વક ‘ક્રેન-લેસ ગિયરબોક્સ રિપ્લેસમેન્ટ' કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ઉપરાંત, ટર્બાઇનની કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને લાંબા ગાળાના ઓપરેશનલ પ્રદર્શનને વધુ સુધારવા માટે કંપની દ્વારા લીડિંગ એજ પ્રોટેક્શન (LEP) નો ઉપયોગ અને ઓન-ટાવર બ્લેડ રિપેર જેવી અદ્યતન પ્રોઍક્ટિવ પ્રવળત્તિઓનો અમલ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટના સંપૂર્ણ ઓપરેશન્સને TPREL ની ખાસ‘CREAMS' (સેન્ટર ઓફ રિન્યુએબલ એનર્જી એનાલિટિક્સ, મોનિટરિંગ એન્ડ શેડ્યુલિંગ) ટીમ દ્વારા સપોર્ટ આપવામાં આવે છે. આ ટીમ દ્વારા તમામ ઓપરેશનલ પેરામીટર્સનું ૨૪હૃ૭ રિયલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી ઝડપી એનાલિટિક્સ, પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ અને સમયસર ચોક્કસ નિર્ણયો લઈ શકાય. આ સાથે જ, સમર્પિત ૩૩ કેવી ફીડર્સ પર સ્થાપિત કરાયેલા કોમ્યુનિકેટિવ ફોલ્ટ ઇન્ડિકેટર ડિવાઇસીસની મદદથી ગ્રિડમાં થતી કોઈ પણ ખામીનું ત્વરિત ડિટેક્શન અને લોકલાઇઝેશન શકય બનશે, જે વીજ પુરવઠાનો અપટાઇમ અને ગ્રિડની વિશ્વસનીયતામાં નોંધપાત્ર વધારો કરે છે.સોલાર, વિન્ડ, હાઈબ્રિડ અને એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સના મજબૂત પોર્ટફોલિયો સાથે TPREL ભારતના રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝિશનને ઝડપી બનાવવામાં અગ્રેસર છે. હાલમાં TPREL ની કુલ ઓપરેશનલ ક્ષમતા ૬.૫ ગીગાવોટ (GW) છે, જેમાં ૫.૩ ગીગાવોટ સોલાર અને ૧.૨ ગીગાવોટ વિન્ડ એનર્જીનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય કંપની ટાટા પાવર લિમિટેડ ૨૦૪૫ સુધીમાં સંપૂર્ણ ‘નેટ ઝીરો' કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી હોવાનું જણાવાયું છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
