તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
સુરતમાં તાજિયા વિસર્જન રૂટ પર ફ્લેગ માર્ચ યોજી :ઝોન-3 વિસ્તારમાં 130થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાજિયા વિસર્જન રૂટની કરી સમીક્ષા અને મુંબઈ વડથી હોડી બંગલા સુધી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું

સુરતમાં તાજિયા વિસર્જન રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ યોજી છે અને ઝોન-3 વિસ્તારમાં 130થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાજિયા વિસર્જન રૂટની કરી સમીક્ષા અને મુંબઈ વડથી હોડી બંગલા સુધી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું છે.
શાંતિપૂર્ણ અને સુરક્ષિત તાજીયાના પર્વ માટે પોલીસ સતર્ક છે અને અધિક પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ રહ્યા હાજર. રૂટ પર કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ ચાલુ છે અને સુરત પોલીસનો જનસુરક્ષા માટે વિશ્વાસ વધારતો પ્રયાસ.
તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં એક વિશાળ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ રસ્તાઓ પર ઉતરીને અસામાજિક તત્વોને કડક સંદેશ આપ્યો છે. ઝોન-3 વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ ફૂટ પેટ્રોલિંગ મોતી ટોકીઝ ચાર રસ્તાથી શરૂ થઈને ઝાંપા બજાર ચાર રસ્તા, નવાપુરા ટાવર, રાજમાર્ગ થઈ ભાગળ ચાર રસ્તા, જૂની લાલગેટ ત્રણ રસ્તા, ફાયદાબજાર ચાર રસ્તા, ક્રાઉન ડેરી ત્રણ રસ્તા, મુગલીસરા SMC ઓફીસ અને વરીયાવી બજાર પોલીસ ચોકી થઈને હોળી બંગલા ત્રણ રસ્તા તથા હોળી બંગલા કોહીનુર એપાર્ટમેન્ટ સામે આવેલી નગર પ્રાથમિક શાળા નં.107/108 સુધી યોજાયું હતું.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
